દુર્ઘટના/ દિલ્હીમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના,યમુનામાં ડૂબી જવાથી નોઈડાના 5 યુવકોના મોત

 દિલ્હીના સનલાઈટ કોલોની વિસ્તારમાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા પાંચ યુવાનોનું રવિવારે DND ફ્લાયઓવર નીચે યમુના નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું

Top Stories India
22 5 દિલ્હીમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના,યમુનામાં ડૂબી જવાથી નોઈડાના 5 યુવકોના મોત

 દિલ્હીના સનલાઈટ કોલોની વિસ્તારમાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા પાંચ યુવાનોનું રવિવારે DND ફ્લાયઓવર નીચે યમુના નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. તમામ મૃતકો નોઈડાના સાલારપુર ગામના રહેવાસી હતા. રવિવારે આ તમામ લોકો તેમના ગ્રામજનો સાથે ભગવાન કૃષ્ણની મૂર્તિનું વિસર્જન કરવા આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ અંકિત (20), લકી (16), લલિત (17), બીરુ (19) અને ઋતુરાજ ઉર્ફે સાનુ (20) તરીકે કરવામાં આવી છે. પાંચ લોકો ડૂબી ગયાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ડાઇવર્સ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. મોડી સાંજ સુધી ચાલેલી રાહત કાર્ય બાદ પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યા હતા.

હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. કલાકો સુધી ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન નિષ્ફળ ગયું હતું ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઈશા પાંડેએ જણાવ્યું કે રવિવારે બપોરે ડીએનડી ફ્લાયઓવરની નીચે યમુના નદીમાં કેટલાક લોકોના ડૂબી જવાની જાણ થઈ, ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય માટે તમામ એજન્સીઓ સાથે સંપર્ક કર્યો. વોટ ક્લબની ટીમે આવેલા ફાયર બ્રિગેડના જવાનો અને ડાઇવર્સની મદદથી નદીમાં ડૂબી ગયેલા પાંચ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે નિષ્ફળ રહ્યું હતું. મોડી સાંજ સુધીમાં ડૂબી ગયેલા તમામ બાળકોના મૃતદેહને ડાઇવર્સે બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સફદરજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.