દુર્ઘટના/ શાહજહાંપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં મોટો અકસ્માત, મહિલાઓ અને બાળકો સહિત 20 લોકોનાં મોત, અનેક ઘાયલ

યુપીના શાહજહાંપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાને કારણે મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 20 લોકોના મોતના સમાચાર છે.

Top Stories India
Untitled 66 2 શાહજહાંપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં મોટો અકસ્માત, મહિલાઓ અને બાળકો સહિત 20 લોકોનાં મોત, અનેક ઘાયલ

યુપીના શાહજહાંપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાને કારણે મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 20 લોકોના મોતના સમાચાર છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર-ટ્રોલી પુલની રેલિંગ તોડીને નીચે પડી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ ગર્રા નદીમાં પાણી ભરવા આવ્યા હતા. આ ઘટના થાના તિલ્હાર વિસ્તારના બિરસિંગપુર ગામ પાસે બની હતી.

સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુઃખ

સીએમ યોગીએ આ મામલે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. SDRF અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ મામલે મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને સૂચના આપી છે કે ઘાયલોની તાત્કાલિક સારવાર કરવામાં આવે. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની પણ કામના કરી હતી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

આ અકસ્માત અંગે એસપી એસ આનંદનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સમાચાર લખ્યા ત્યાં સુધી 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જોકે મૃત્યુઆંક વધી શકે છે.

આ પણ વાંચો:અતીક-શાઇસ્તાને છેલ્લી વાર ન જોવા મળ્યો પુત્રનો ચહેરો, કસારી-મસારી કબ્રસ્તાનમાં અસદ સુપુર્દ-એ-ખાક

આ પણ વાંચો:દિલ્હીના સીએમએ કહ્યું, ‘જો કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો દુનિયામાં ઈમાનદાર કોઈ નથી’

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: અતીક એહમદઃ 500 કરોડના નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટીની અજબની જાળ

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં 16ના મોતઃ 25 ઇજાગ્રસ્ત