Gujarat/ દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન જુદીજુદી જગ્યાએ ત્રણ યુવકો પાણીમાં ડૂબ્યા

ઘરે પધરાવેલી માતાજીની મૂર્તિનું નજીકના નદી કે તળાવમાં વિસર્જન કરવા પણ ગયા હતા. પરંતુ આ વિસર્જનની પ્રક્રિયાએ લોકોના આનંદને માતમમાં ફેરવી નાખ્યો છે. ગુજરાત રાજયમાં અનેક જીલ્લામાં મુર્તિ વિસર્જન દરમિયાન યુવકોના તણાઇ જવાની ઘટના બની છે.

Top Stories Gujarat Others
ઘરે પધરાવેલી માતાજીની મૂર્તિનું નજીકના નદી કે તળાવમાં વિસર્જન કરવા પણ ગયા હતા. પરંતુ આ વિસર્જનની પ્રક્રિયાએ દશામા

ગતરોજ રવિવારે દશામા ના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અને લોકોએ હોશભેર આખીરાત જાગરણ કરી માતાજીની આરાધના કરી હતી. અને વહેલી સવારે ઘરે પધરાવેલી માતાજીની મૂર્તિનું નજીકના નદી કે તળાવમાં વિસર્જન કરવા પણ ગયા હતા. પરંતુ આ વિસર્જનની પ્રક્રિયાએ લોકોના આનંદને માતમમાં ફેરવી નાખ્યો છે. ગુજરાત રાજયમાં અનેક જીલ્લામાં મુર્તિ વિસર્જન દરમિયાન યુવકોના તણાઇ જવાની ઘટના બની છે. જે ભારે દુખદાયક છે. રાજયના સાબરકાંઠા, ભરુચ અને પંચમહાલમાં મુર્તિ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના નોધાઈ છે.

ભરુચ

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના અંકલેશ્વરની અમરાવતી નદીમાં દશામા મુર્તિ વિસર્જનની ઘટનામાં 3 યુવકો તણાયા હતા. જેને પગલે આસપાસ લોકો નદી પાસે આવી પહોચ્યા હતા. જોકે એક યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. તો એક યુવકનો મૃતહેદ મળી આવ્યો છે. જોકે હજુ પણ એક યુવકની શોધખોળ હજી પણ ચાલું છે. દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન આ ઘટના બની હતી. ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે.

સાંબરકાંઠા

સાંબરકાંઠાના કડિયાદરા પાસેની ઘઉવા નદીમા દશામાની મૂર્તિ પધરાવવા જતા યુવાનનું ડૂબી જતા મોત થયું છે. પોલીસ અને ફાયર વિભાગને ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર વિભાગ દ્વારા મૃતહેદને બહાર કાઢવામાં આવ્યો હતો.  પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ

પંચમહાલના મોરવાહડફમાં દશામાંની મૂર્તિ વિસર્જન કરવા આવેલ યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું.. જેથી ઉત્સવ મામતમાં ફેરવાયો હતો. 40 વર્ષીય પંકજભાઈ ડાંગી પોતાના પરિવાર અને મિત્રો સાથે વહેલી સવારે મૂર્તિ વિસર્જન માટે આવ્યા હતા. પોલીસ દ્વારા યુવકની લાશને બહાર કાઢીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દશામાંની મૂર્તિ વિસર્જન માટે આવેલા યુવકના  મોતથી ઉત્સવ માતમમાં ફેરવાયો હતો.

National/ ISRO એ શ્રીહરિકોટાથી તેનું પ્રથમ SSLV-D1 લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો