Surat-Heart Attack/ સુરતમાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત, રાત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠ્યો જ નહીં

સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી નિધન થયું છે. આ યુવાન રાત્રે સૂઈ રહ્યો હતો પછી તે ઉઠયો જ ન હતો. તે હજીરા કંપનીમાં કામ કરતો હતો. તે કંપનીમાં ડ્રાઇવર હતો અને તેનું નામ રાજકુમાર શાહુ છે.

Top Stories Gujarat
Surat Heart Attack સુરતમાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત, રાત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠ્યો જ નહીં

સુરતઃ સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી નિધન થયું છે. આ યુવાન રાત્રે સૂઈ રહ્યો હતો પછી તે ઉઠયો જ ન હતો. તે હજીરા કંપનીમાં કામ કરતો હતો. તે કંપનીમાં ડ્રાઇવર હતો અને તેનું નામ રાજકુમાર શાહુ છે.

હજીરાની કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો રાજકુમાર શાહુ કંપનીના ગેટની બહાર સૂઈ ગયો હતો. સવારને સમયે તે મૃત્યુ પામેલી હાલતમાં મળ્યો હતો. તેનું મોત મહદઅંશે હાર્ટએટેકથી થયું હોવાનું મનાય છે. મૃતક ડ્રાઇવર રાજકુમાર શાહુ બે બાળકોનો પિતા છે. આમ હાર્ટએટેકના લીધે એક પરિવાર નોંધારો બની ગયો છે. મૃતક તેના કુટુંબનો એકમાત્ર કમાનાર આધાર હતો.

આમ રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કપડવંજમાં 17 વર્ષના કિશોરનું મોત થયું છે. બીજી બાજુ અમદાવાદમાં હાથીજણ ખાતે ગરબા ગાતા-ગાતા રવિ પંચાલ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે તેનુ મોત થયું હતું.

હજી બે દિવસ પહેલા જ બાબરા, રાજુલા અને જામનગરમાં હાર્ટએટેકથી ચાર લોકોના મોત થયા હતા.  પહેલા રાજકોટમાં હાર્ટએટેકથી કુલ પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત સમારકામ કરનારા યુવાનનું જ હૃદય બગડતા તેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. રાજકોટના ધોરાજીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશભાઈ સોનકારનું અચાનક હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. આશુકુમાર સોનકારની ઉંમર 28 વર્ષ હતી.

આમ હાર્ટએટેકના વધતા જતા બનાવના લીધે રાજ્યના આરોગ્ય નિષ્ણાતો ચિંતિત થઈ ઉઠ્યા છે. સરકારના આરોગ્ય વિભાગે પણ આ અંગે સઘન ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને આ પ્રકારના દરેક કિસ્સાનો ટ્રેક રાખીને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત, રાત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠ્યો જ નહીં


 

આ પણ વાંચોઃ Gujarat Cyclone/ ‘તેજ’વાવાઝોડાને લઈને દરિયાકાંઠાના વિસ્તારો પર એલર્ટ, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

આ પણ વાંચોઃ Rajkot-Heartattack/ સમારકામ કરનારનું જ હૃદય બગડ્યુઃ હાર્ટએટેકથી મોત

આ પણ વાંચોઃ Kapadvanj-Heart Attack/ કપડવંજમાં ગરબે ઘૂમતા 17 વર્ષીય કિશોરનું હાર્ટએટેકથી મોત