ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ યુદ્ધ હવે તીવ્ર બની રહ્યું છે, જેના કારણે મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન અમેરિકા ઈઝરાયલના સમર્થનમાં ઉભું છે. અમેરિકાએ હમાસ સામેની લડાઈમાં ઈઝરાયલને મદદ કરવાની વાત કરી છે. બીજી તરફ રશિયાએ હમાસ સાથે વાત કરી છે, જેમાં 200થી વધુ ઈઝરાયલના બંધકોને મુક્ત કરવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ આક્રમક બની રહ્યું છે. આવી સ્થિતિમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી વિશ્વના ઘણા દેશો વચ્ચે યુદ્ધ ભડકાવી શકે છે. એવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે વિશ્વની બે મહાસત્તાઓ લગભગ યુદ્ધમાં ઉતરી ચૂકી છે. આ યુદ્ધમાં રશિયા અને અમેરિકાના પ્રવેશથી કોલ્ડ વોરની યાદો તાજી થઈ ગઈ છે.
ગાઝામાં 4137 લોકોના મોત
હમાસ અને ઈઝરાયલ વચ્ચે 7 ઓક્ટોબરના રોજ યુદ્ધ શરૂ થયું હતું. આજે યુદ્ધનો 14મો દિવસ છે. ગાઝામાં અત્યાર સુધીમાં કુલ 4137 લોકોના મોત થયા છે, જ્યારે 12,500 લોકો ઘાયલ થયા છે. ગત રાત્રે ઈઝરાયલે ગાઝામાં 100 સ્થળોએ બોમ્બમારો કર્યો હતો. જેમાં હમાસના નેવી કમાન્ડરનું પણ મોત થયું હતું.
ગાઝા પટ્ટીમાં લગભગ 12,845 મકાનો ખંડેર બની ગયા છે. છેલ્લા 24 કલાકની અંદર ઈઝરાયલના બોમ્બમાળામાં લગભગ 307 પેલેસ્ટાઈનના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નેવી કમાન્ડર 7 ઓક્ટોબરે ઈઝરાયલમાં થયેલા નરસંહાર માટે દોષિત હતો. આ પહેલા ગુરુવારે ગાઝામાં હોસ્પિટલ હુમલા બાદ સેન્ટ પોર્ફિરિયસ ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે. એક રિપોર્ટ અનુસાર ગાઝામાં અત્યાર સુધી જે મોત થયા છે તેમાં 1,524 બાળકો અને 1444 મહિલાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Kapadvanj-Heart Attack/ કપડવંજમાં ગરબે ઘૂમતા 17 વર્ષીય કિશોરનું હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો: Gaganyaan/ ISROની મોટી સફળતા, મિશન ગગનયાનનું પ્રથમ ટ્રાયલ સફળ
આ પણ વાંચો: Ahmedabad-Heart Attack/ અમદાવાદમાં 28 વર્ષીય યુવાન રવિ પંચાલનું ગરબે ઘૂમતા-ઘૂમતા મોત

