Kapadvanj-Heart Attack/ કપડવંજમાં ગરબે ઘૂમતા 17 વર્ષીય કિશોરનું હાર્ટએટેકથી મોત

ખેડાના કપડવંજમાં ગરબે રમતા-રમતાં કિશોરનું મોત થયું છે. ફક્ત 17 વર્ષીય કિશોરનું હાર્ટએટેકથી મોત થતું સમગ્ર કુટુંબથી લઈને તેમનો પાડોશ અને તેમનો સમાજ સ્તબ્ધ થઈ ગયો છે.

Top Stories Gujarat Others
Kapadvanj Heartattack કપડવંજમાં ગરબે ઘૂમતા 17 વર્ષીય કિશોરનું હાર્ટએટેકથી મોત

કપડવંજઃ ખેડાના કપડવંજમાં ગરબે રમતા-રમતાં કિશોરનું મોત થયું છે. ફક્ત 17 વર્ષીય કિશોરનું હાર્ટએટેકથી મોત થતું સમગ્ર કુટુંબથી લઈને તેમનો પાડોશ અને તેમનો સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. ગરબા રમતા-રમતા સમયે અચાનક નાકમાંથી જ યુવકને બ્લીડિંગ થવા લાગ્યું હતું.

કપડવંજમાં ગરબે ઘૂમતા-ઘૂમતા 17 વર્ષના વીર શાહનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેને ગરબે રમતા-રમતા અચાનક નાકમાંથી બ્લીડિંગ થવા લાગ્યું હતું. આમ ગરબે રમતા-રમતા તેની તબિયત બગડતા વીર શાહને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે વીર શાહને મૃત જાહેર કર્યો હતો. પણ આ રીતે શારીરિક રીતે સ્વસ્થ વીર શાહનું મોત થતાં સમગ્ર કુટુંબ ઘેરા આઘાતમાં છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે પાર્ટી પ્લોટોએ યુવાનોને આવતા હાર્ટએટેકને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી છે. પણ હાર્ટએટેક સામે તેનું પણ કશું ચાલતું નથી. આમ હાર્ટએટેકના વધતા જતા બનાવના લીધે રાજ્યના આરોગ્ય નિષ્ણાતો ચિંતિત થઈ ઉઠ્યા છે. સરકારના આરોગ્ય વિભાગે પણ આ અંગે સઘન ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને આ પ્રકારના દરેક કિસ્સાનો ટ્રેક રાખીને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.

 

આ પણ વાંચોઃ Ahmedabad-Heart Attack/ અમદાવાદમાં 28 વર્ષીય યુવાન રવિ પંચાલનું ગરબે ઘૂમતા-ઘૂમતા મોત

આ પણ વાંચોઃ Gaganyaan/ મિશન ગગનયાનનું ટ્રાયલ હોલ્ડ પર, ISROના ચીફ એસ સોમનાથે જણાવ્યું કારણ..

આ પણ વાંચોઃ Dengue/ ડેન્ગ્યુ સામેની જંગમાં મોટી સફળતા, પ્રથમ અસરકારક દવા તૈયાર!