Not Set/ Delhi weather/ કડકડતી ઠંડીથી મળી રાહત, ધુમ્મસને કારણે મોડી દોડી રહી છે ટ્રેન

દિલ્હી-એનસીઆરને શીતલહેરથી થોડી રાહત મળી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં સવારે લગભગ 6 વાગે 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. શનિવારે મહત્તમ તાપમાન આશરે 23 ડીગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જો કે, ધુમ્મસને કારણે ઉત્તર રેલ્વે વિસ્તારમાં 19 ટ્રેનો મોડી દોડી રહી છે. જ્યારે તામિલનાડુમાં ચેન્નાઈ એરપોર્ટ પર ઓછી વિજિબીલિટી હોવાને કારણે, ચાર ફ્લાઇટ્સ  ડાયવર્ટ […]

India

દિલ્હી-એનસીઆરને શીતલહેરથી થોડી રાહત મળી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં સવારે લગભગ 6 વાગે 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. શનિવારે મહત્તમ તાપમાન આશરે 23 ડીગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જો કે, ધુમ્મસને કારણે ઉત્તર રેલ્વે વિસ્તારમાં 19 ટ્રેનો મોડી દોડી રહી છે. જ્યારે તામિલનાડુમાં ચેન્નાઈ એરપોર્ટ પર ઓછી વિજિબીલિટી હોવાને કારણે, ચાર ફ્લાઇટ્સ  ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે 10 મોડી દોડતી હતી.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને બિહારના એકાંત ભાગોમાં વધુ ધુમ્મસ જોવા મળી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વધારે ધુમ્મસની અસર જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી હતી.

જ્યાં કડકડતી ઠંડીથી થોડી રાહત મળી રહી છે, ત્યારે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું પ્રમાણ ‘ખૂબ ખરાબ’ અને ‘ગંભીર શ્રેણી’ વચ્ચે છે. શનિવારે સવારે દિલ્હીમાં 372 હવાની ગુણવત્તાનો સૂચકાંક નોંધવામાં આવ્યો હતો. શુક્રવારની તુલનામાં શનિવારે હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે.

આ પહેલા દિલ્હીમાં શુક્રવારે સવારે હવામાન સાફ રહ્યું હતું અને લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું હતું, જે આ મોસમ માટે સામાન્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.