ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને Cyclone Tej વાવાઝોડાને લઈને એલર્ટ કરાયા છે. ગંભીર ચક્રવાતી વાવાઝોડાને પગલે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે Cyclone Tej ચક્રવાતની આગાહીના પગલે ગીર સોમનાથ અને પોરબંદરમાં 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતને લઈને નામ આપવાની ફોર્મ્યુલા મુજબ તેને Cyclone Tej નામ આપવામાં આવ્યું. તેમજ તેજ વાવાઝોડું દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ સાથે હવામાનશાસ્ત્રીઓએ એવું પણ અનુમાન કર્યું છે કે ચક્રવાત પોતાનો રસ્તો બદલી પણ શકે અથવા 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતમાં રૂપાંતરિત થતા મોટું નુકસાન પણ કરી શકે છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. જેના કારણે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં તેજ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. પરંતુ સમુદ્રમાં ઉછળતા તોફાની તેજ ચક્રવતાની ગુજરાત પર નહિવત અસર રહેશે તેમ IMDનું અનુમાન છે. Cyclone Tej વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ હાલમાં કોઈ ખતરો ના હોવાનું જણાવ્યું.
જૂન મહિનામાં અરબી સમુદ્રમાં ઉદભવેલ બિપરજોય વાવાઝોડાના કારાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી તબાહી મચાવી હતી. આથી હાલ અરબી સમુદ્રમાં Cyclone Tej ચક્રવાતની અસરને પગલે સાવચેતીના પગલારૂપે IMDએ ગુજરાતના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવતા માછીમારોને દરિયો ના ખેડવા સૂચન કર્યું.
આ પણ વાંચો : Kapadvanj-Heart Attack/ કપડવંજમાં ગરબે ઘૂમતા 17 વર્ષીય કિશોરનું હાર્ટએટેકથી મોત
આ પણ વાંચો : Heart Attack/ ગુજરાતમાં હાર્ટ એટેકથી લોકોની વધી ચિંતા, 24 કલાકમાં 6 લોકોના મોત
આ પણ વાંચો :ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગો સાથે મળી દીવડાઓમાં અલગ અલગ રંગો પૂર્યા

