Rajkot News/ રાજકોટમાં નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનરનો VIDEO વાયરલ: પૂર્વ ભાજપ પ્રમુખને દંડ, કાળા કાચ દૂર કરાયા

રાજકોટમાં નંબર પ્લેટ વગર (No Number Plate, No Fuel) અને કાળા કાચવાળી ફોર્ચ્યુનરમાં સવાર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ નાગદાન ચાવડાનો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી દંડ વસૂલ્યો અને કાળા કાચ દૂર કરાવ્યા હતા.

Top Stories Gujarat Rajkot Breaking News
'No Number Plate, No Fuel' વચ્ચે રાજકોટમાં નેતાનો VIDEO વાયરલ

Rajkot News: રાજકોટમાં વાહનો પર નંબર પ્લેટને લઈને પોલીસની કાર્યવાહી વચ્ચે વધુ એક રાજકીય નેતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા નંબર પ્લેટ વગર (No Number Plate, No Fuel)ની અને કાળા કાચવાળી ફોર્ચ્યુનર કારમાં સવાર હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને વાહનના કાળા કાચ દૂર કરાવ્યા હતા અને નંબર પ્લેટ વગર (No Number Plate, No Fuel)ના વાહન અંગે દંડ વસૂલ્યો હતો. સાથે જ વાહનમાં નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જાહેરનામા બાદ સતત બીજા દિવસે વીડિયો

રાજકોટ શહેરમાં નંબર પ્લેટ વગર (No Number Plate, No Fuel) વાહનો ચલાવવાના મુદ્દે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ‘No Number Plate, No Fuel’ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારબાદ છેલ્લા બે દિવસથી રાજકીય નેતાઓના નંબર પ્લેટ વગરના વાહનોને લગતા વીડિયો સામે આવી રહ્યા છે. આ પહેલાં મહિલા કોર્પોરેટરના નંબર પ્લેટ વગર (No Number Plate, No Fuel)ના વાહનમાં ભાજપના ધારાસભ્ય સવાર હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી. હવે બીજા જ દિવસે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાની ફોર્ચ્યુનરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

No Number Plate, No Fuel: આગળ-પાછળ નંબર પ્લેટ નહોતી, કાળા કાચ પણ હતા

વાયરલ થયેલા વીડિયોને આધારે સામે આવેલી માહિતી મુજબ, નાગદાન ચાવડા જે ફોર્ચ્યુનરમાં સવાર હતા તેમાં આગળ અને પાછળ બંને તરફ નંબર પ્લેટ જોવા મળતી નહોતી. કારના કાચ પણ કાળા હોવાનું સામે આવ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી. પોલીસે કારના કાળા કાચ દૂર કરાવ્યા હતા અને નંબર પ્લેટ ન હોવા બદલ દંડ વસૂલ્યો હતો. ત્યારબાદ વાહનમાં નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.

નાગદાન ચાવડાએ શું કહ્યું?

આ મામલે નાગદાન ચાવડાએ જણાવ્યું હતું કે વાહનમાં નંબર પ્લેટ હોવી જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે તેમની કારનો અકસ્માત થયો હતો અને તેના કારણે નંબર પ્લેટ નીકળી ગઈ હતી. કાળા કાચ અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ કાળા કાચ રાખતા નથી. જોકે, પોલીસની કાર્યવાહી દરમિયાન ફોર્ચ્યુનરના કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા.

એક મહિનામાં 800થી વધુ વાહનો સામે કાર્યવાહી

રાજકોટ ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર (No Number Plate, No Fuel)ના વાહનો સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. ટ્રાફિક DCP હરપાલસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, છેલ્લા એક મહિનામાં 800થી વધુ નંબર પ્લેટ વગરના વાહનો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે નિયમોનો અમલ સામાન્ય નાગરિક હોય, પોલીસકર્મી હોય કે રાજકીય નેતા, તમામ માટે સમાન રીતે કરવામાં આવશે.

બંને નંબર પ્લેટ ન હોય તો વાહન ડિટેઇન થશે

ટ્રાફિક DCPના જણાવ્યા મુજબ, વાહનની આગળ અને પાછળ બંને નંબર પ્લેટ ન હોય તો વાહન ડિટેઇન કરવામાં આવશે. જ્યારે એક નંબર પ્લેટ ગેરહાજર હોય તો નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ પોલીસની આ ડ્રાઇવ વચ્ચે હવે રાજકીય નેતાઓના વાહનોના વીડિયો સામે આવતાં ‘નિયમો સૌ માટે સમાન છે કે નહીં’ તે મુદ્દે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નંબર પ્લેટ વગર (No Number Plate, No Fuel) વાહન ચલાવવાના નિયમના ભંગ સામે આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે.


આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ

આ પણ વાંચો:નંબર પ્લેટ વગર સ્કૂટર ચલાવવું એ ગુનો નથી! છેતરપિંડીના કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ

આ પણ વાંચો:અમદાવાદમાં SG હાઈવે પર નબીરાઓનો આતંક, નંબર પ્લેટ વગરની કારથી લગાવી રેસ