National News/ કોરોના બાદ હવે ઇબોલા વાયરસનો ખતરો? દિલ્હી એરપોર્ટ પર DGHS એ જાહેર કરી એડવાઇઝરી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની ચેતવણી બાદ ભારત સરકારે દિલ્હી એરપોર્ટ પર ઇબોલા વાયરસને(Ebola Virus) લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. DGHS દ્વારા બહાર પાડવામાં આવેલી નવી એડવાઇઝરી, લક્ષણો અને બચાવના નિયમો વિશે વિગતવાર વાંચો.

Top Stories NATIONAL India
Ebola Virus

Ebola Virus Alert: વૈશ્વિક સ્તરે વધી રહેલા સ્વાસ્થ્ય જોખમો વચ્ચે હવે ભારતમાં ‘ઇબોલા વાયરસ’ (Ebola Virus) ને લઈને તકેદારીના પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇબોલા વાયરસના સંભવિત ખતરાને રોકવા માટે એક મહત્વપૂર્ણ હેલ્થ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધીન કાર્યરત DGHS (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ) એ આ સંદર્ભે કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ એડવાઇઝરીમાં ઇબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવાના આદેશ અપાયા છે.

હાઈ-રિસ્ક દેશો પર ખાસ નજર

સરકારી માર્ગદર્શિકા અનુસાર, આફ્રિકન ખંડના હાઈ-રિસ્ક (વધુ જોખમ ધરાવતા) દેશો જેવા કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DR Congo), યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા કરીને ભારત પરત ફરતા અથવા ત્યાંથી પસાર થઈને આવતા મુસાફરો માટે ખાસ સ્ક્રીનિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ અને અન્ય પ્રવેશ દ્વારો (Entry Points) પર તૈનાત એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (APHO) ના અધિકારીઓને દેખરેખ વધુ કડક કરવાના આદેશ અપાયા છે. જોકે, રાહતની વાત એ છે કે ભારતમાં અત્યાર સુધી ઇબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ WHO દ્વારા તેને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરાયા બાદ ભારતે અગાઉથી જ સાવચેતી વધારી દીધી છે.

Ebola Virus

Ebola Virus ના મુખ્ય લક્ષણો

જો કોઈ મુસાફર હાઈ-રિસ્ક દેશોમાંથી દિલ્હી એરપોર્ટ પર આવે અને તેનામાં નીચે મુજબના લક્ષણો દેખાય તો તેને બિલકુલ અવગણવાની મનાઈ કરવામાં આવી છે:

અચાનક તીવ્ર તાવ આવવો

અતિશય નબળાઈ અથવા સતત થાક લાગવો

માથાનો દુખાવો અને સ્નાયુઓમાં અસહ્ય દુખાવો થવો

ગળામાં ખરાશ થવી, ઉલ્ટી અને ઝાડા થવા

ગંભીર સ્થિતિમાં શરીરના અંગોમાંથી અસ્પષ્ટ રક્તસ્રાવ (Bleeding) થવો

21 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવી ફરજિયાત

આરોગ્ય વિભાગે સૂચના આપી છે કે જો કોઈ મુસાફર ઇબોલાના(Ebola Virus) દર્દી અથવા શંકાસ્પદ વ્યક્તિના લોહી કે શારીરિક પ્રવાહી (Body Fluids) ના સીધા સંપર્કમાં આવ્યો હોય, તો તેણે ઇમિગ્રેશન ક્લિયરન્સ પહેલાં જ એરપોર્ટના હેલ્થ ડેસ્ક પર ફરજિયાત જાણ કરવાની રહેશે. આ ઉપરાંત, ભારત આવ્યાના 21 દિવસની અંદર જો કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાય, તો તેણે તાત્કાલિક તબીબી સહાય મેળવીને સ્વાસ્થ્ય અધિકારીઓને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રીની સાચી માહિતી આપવી પડશે. આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમો (IHR) હેઠળ મુસાફરોએ આ સાર્વજનિક તપાસમાં સહયોગ આપવો અનિવાર્ય છે.

કેવી રીતે ફેલાય છે આ જીવલેણ વાયરસ?

ઇબોલા(Ebola Virus) એક અત્યંત ચેપી અને જીવલેણ રોગ છે, જે મનુષ્યોની સાથે-સાથે વાંદરા જેવી પ્રજાતિઓ (Primates) ને પણ પ્રભાવિત કરે છે. આ વાયરસનો(Ebola Virus) ફેલાવો સામાન્ય રીતે જંગલી પ્રાણીઓ જેવા કે ફ્રુટ બેટ્સ (ચામાચીડિયા), શાહુડી અને વાંદરાઓમાંથી મનુષ્યોમાં થાય છે. એકવાર માણસમાં સંક્રમણ આવ્યા બાદ, તે સંક્રમિત વ્યક્તિના લોહી, અંગો, શરીરના પ્રવાહી અથવા દર્દીના દૂષિત કપડાં અને બિસ્તરના સીધા સંપર્કમાં આવવાથી અન્ય સ્વસ્થ માણસોમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ફરી માથુ ઉચકતો કોરોના, દર્દીઓની વધતી જતી સંખ્યા

આ પણ વાંચો: શું દુનિયામાં નવો વાઇરસ ફેલાઈ રહ્યો છે? જાપાને કેમ રાષ્ટ્રીય મહામારી જાહેર કરી

આ પણ વાંચો: કેન્સરના દર્દીઓની સારવાર કરે છે કોરોના વાઇરસ!