કાનપુરમાં મંગળવારની રાત્રે ભયાનક અકસ્માત થયો હતો. સચેંડીના કિસાન નગર પાસે ટેમ્પો અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો એક ઉંડા ખાડામાં પલ્ટી ખાઇ જતાં 16 લોકોના મોત નિપજ્યા છે.અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.મરનાર લોકો ટેમ્પોમાં સવાર હતા.આ તમામ લોકો મજૂર હતા તે બિસ્કીટની ફેકટરીમાં કામ કરવા જતાં હતાં.
આ અકસ્માતની જાણ થાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચીને સત્વરે બચાવ કામગીરી હાથ ધરી હતી,અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.રાત્રે અંધારૂ હોવાથી બચાવ કામગીરી પણ મોડી શરૂ થઇ હતી.મુખ્યમંત્રીએ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને બે લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
એવું કહેવામાં આવે છે કે સક્તેપુર નિવાસી ટેમ્પો ડ્રાઈવર માનસિંહ બિસ્કીટ બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે. તે દરરોજ રાત્રે 17-18 કામદારો સાથે કારખાનામાં જતો હતો. મંગળવારે પણ તે મજૂરો સાથે કારખાનામાં જઇ રહ્યો હતો. દરમિયાન ફઝલગંજથી અમદાવાદ જઇ રહેલી બસ કિસાન નગર નજીક ટેમ્પોને ટક્કર મારી હતી.અકસમાતમાં બસ અને ટેમ્પો બન્ને સડકના પાસે 7 ફુટ ખાડામાં પલ્ટી ખાઇ ગયાં હતાં અકસમાતની સચના મળતા એસપી એપી સિંહ ઘટના સ્થળે પહોચી ગયા હતા.બચાલ કામગીરી દરમિયાન બસની નીચે અને ટેમ્પોના નીચે દબાયેલા લોકોને બાહર કાઢવામાં આી રહ્યા હતાં. ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોની ઘ મોત થઇ ગઇ હતી. એકની હેલટમાં મોત થઇ હતી,ઇજાગ્રસતોને હેલટમાં મોકલામાં આવ્યા હતા.મરનારાઓ તમામ ટેમ્પોમાં સવાર હતાં. બસના મુસાફરો પણ સામાન્ય ઇજાગ્રસત થયાં છે.
