Rajkot News/ રાજકોટમાં પત્નીની હથોડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા, અનૈતિક સંબંધની શંકામાં પતિએ કર્યો ખૂની હુમલો

રાજકોટના રૈયા વિસ્તારમાં પત્નીના અન્ય વ્યક્તિ સાથેના સંબંધોની શંકા બાદ પતિએ હથોડી (Hammer Attack) વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનો આરોપ. ઘટના બાદ ફરાર થયેલા આરોપીની પોલીસે જુનાગઢ નજીકથી ધરપકડ કરી.

Top Stories Gujarat Rajkot Breaking News
Hammer Attack

Rajkot News:રાજકોટમા પત્નીના અનૈતિક સંબંધની વાત સાંભળીને આવેશમાં આવી ગયેલા પતિએ ઘરમાં જ હથોડીથી (Hammer Attack) તેના માથામાં ઘા કરીને તેની નિર્મમ હત્યા કરી દીધી. આ ચકચારી હત્યાકાંડ રાજકોટના રૈયા વિસ્તારમાં બનેલો છે. આરોપી અલ્તાફ લાલાણીને ક્રાઈમ બ્રાન્ચે જુનાગઢ નજીક વંથલી ટોલનાકા પાસેથી ઝડપી લીધો છે.

રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી.મૃતક શિલ્પાબેન અલ્તાફ લાલાણીની પત્ની હતી. અલ્તાફ રૈયાધાર વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે.પોલીસ તપાસ અનુસાર, 13 મે, 2026ના રોજ શિલ્પાબેને પોતાના પતિ અલ્તાફને જીતુભાઈ નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હોવાની કબૂલાત કરી હતી. આ કબૂલાત બાદ પતિ-પત્ની વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો હતો અને છેલ્લા 15 દિવસથી સતત માથાકૂટ અને ઝઘડા ચાલતા હતા.

હથોડીથી (Hammer Attack) રમાડયા રામ 

ઘટનાના દિવસે સવારે જીતુભાઈની પત્ની ભાનુબેન અલ્તાફની દુકાને આવી હતી. તેમણે અલ્તાફને શિલ્પાબેન અને જીતુભાઈ વચ્ચેની વોટ્સએપ ચેટ બતાવી અને કહ્યું કે “તમારી પત્ની હજુ પણ મારા પતિ સાથે સંપર્કમાં છે.”આ વાત સાંભળીને અલ્તાફ ભારે ગુસ્સામાં આવી ગયો.તેણે દુકાનમાંથી હથોડી (Hammer Attack) લઈને સીધો ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચતા જ તેણે શિલ્પાબેનનો મોબાઈલ ફોન છીનવી લીધો. તેમની ભત્રીજી નાયબ જીયાણી વચ્ચે પડી તો અલ્તાફે તેને ધક્કો મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

નાયબે પોલીસને જાણ કરવા માટે ઘરની બહાર દોડી ગઈ તે જ વખતે અલ્તાફે શિલ્પાબેનના માથામાં હથોડીથી (Hammer Attack) અનેક ગંભીર ઘા કરી દીધા. ગંભીર રીતે ઘાયલ શિલ્પાબેનને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નાયબ જીયાણીએ અલ્તાફ લાલાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હત્યા બાદ ફરાર થયેલા આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસની અલગ-अલગ ટીમો સક્રિય બની હતી.


આ પણ વાંચો : રાજકોટ એઇમ્સના MBBSના વિદ્યાર્થીની આત્મહત્યા

આ પણ વાંચો :રાજકોટમાં દલિત યુવક ભાવેશ વાણવીની હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા, 2 ફરાર

આ પણ વાંચો :રાજકોટ એઇમ્સના MBBSના વિદ્યાર્થીની આત્મહત્યા