Not Set/ આલોક વર્મા : હું સીબીઆઈની સાખ બની રહે તેવું ઈરછતો હતો પણ અહિયાં તો..

સીબીઆઈના ચીફ પદ પરથી હટાવ્યા બાદ આલોક વર્માએ કહ્યું છે કે જુઠા, અપ્રમાણિત અને ઘણા હલકા આરોપોને આધાર બનાવીને તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે આ આરોપો એવા વ્યક્તિએ લગાવ્યા છે જે મારા પ્રત્યે દ્વેષ રાખે છે. ગુરુવારે પીટીઆઈ સાથે વાતચીતમાં આલોક વર્માએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સીબીઆઈ ઉચ્ચ […]

Top Stories India Trending

સીબીઆઈના ચીફ પદ પરથી હટાવ્યા બાદ આલોક વર્માએ કહ્યું છે કે જુઠા, અપ્રમાણિત અને ઘણા હલકા આરોપોને આધાર બનાવીને તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે આ આરોપો એવા વ્યક્તિએ લગાવ્યા છે જે મારા પ્રત્યે દ્વેષ રાખે છે.

ગુરુવારે પીટીઆઈ સાથે વાતચીતમાં આલોક વર્માએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સીબીઆઈ ઉચ્ચ સાર્વજનિક સ્થાનોમાં ભ્રષ્ટાચારની તપાસ કરનારી એક પ્રમુખ એજન્સી છે, એક એવી સંસ્થા કે જ્યાં સ્વતંત્રતાને સંરક્ષિત અને સુરક્ષિત રાખવામાં આવે છે. હું આ સંસ્થાની સાખ બની રહે તે માટેના પ્રયત્નો કરતો હતો પરંતુ હાલ તેને નષ્ટ કરવાના પ્રયત્નો  કરવામાં આવી રહ્યા છે.

પેનલે જોયું કે સીવીસીએ આલોક વર્મા પર ગંભીર ટીપ્પણી કરી છે. પેનલને એવું લાગે છે કે આલોક વર્મા જે રીતના સંવેદનશીલ સંસ્થાના પ્રમુખ હતા પરંતુ તેનું આચરણ નહતા કરતા. સીવીસીને લાગે છે કે મોઈન કુરૈશીના મામલે આલોક વર્માની ભૂમિકા શંકાસ્પદ છે. IRCTC કેસમાં સીવીસીને લાગે છે કે આલોક વર્માએ એક વ્યક્તિનું નામ હટાવવાની કોશિશ કરી છે.

તમને જણાવી દઈએ કે સીબીઆઈના ચીફ પદ પરથી હટાવીને આલોક વર્માને હાલ ડીજી ફાયર સર્વિસ, સીવીલ ડીફેન્સ અને હોમગાર્ડ બનાવવામાં આવ્યા છે.