Not Set/ સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યા નહીં સર્જાય : ધોળીધજા ડેમ 65 % હજુ ભરેલો

સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય પાણીનો સ્રોત એ ધોળી ધજા ડેમ બન્યો છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમા પીવાનું ચોખ્ખું પાણી અને વાપરવાનો ચોખ્ખું પાણી ધોળીધજા ડેમમાંથી વિતરણ કરવામાં આવી રહ્યું છે

Gujarat
3 3 સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યા નહીં સર્જાય : ધોળીધજા ડેમ 65 % હજુ ભરેલો

– શહેરીજનોને ઉનાળામાં પણ નિયમિત રીતે પીવાનું પાણી મળી રહેશે

– નર્મદાની કેનાલ આવતાની સાથે જિલ્લામાં પાણીની સમસ્યાનો અંત આવ્યો

– જિલ્લાના અન્ય ડેમોમાં પણ ઉનાળામાં ચાલે તેટલી પાણીની સપાટી

સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય પાણીનો સ્રોત એ ધોળી ધજા ડેમ બન્યો છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમા પીવાનું ચોખ્ખું પાણી અને વાપરવાનો ચોખ્ખું પાણી ધોળીધજા ડેમમાંથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં જોરાવનગર વઢવાણ સહિતના વિસ્તારોમાં અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી વિતરણ હાલમાં દર ત્રણ દિવસે કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો ધોળીધજા ડેમ હાલમાં બે કાંઠે વહી રહ્યો છે. અને 16 ફૂટ જેટલું પાણી ધોળીધજા ડેમમાં ભરેલું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાં સતત પાઇપલાઇનો તેમજ કેનાલ મારફતે પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. તેને કારણે ધોળીધજા ડેમમાંથી સમગ્ર સૌરાષ્ટ્રનાં ગામોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. બોટાદ બ્રાંચ કેનાલમાં અને વલભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી ધોળીધજા ડેમ મારફતે જઈ રહ્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ધોળી ધજા ડેમ સતત પાણીથી ભરેલો છે. આગામી દિવસોમાં કોઈ પણ જાતની પાણી સમસ્યા સુરેન્દ્રનગર શહેરીજનોને નહીં વેઠવી પડે તેવું હાલમાં તંત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર શહેરની જનતાને અગામી ઉનાળાની સિઝનમાં પણ પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. નિયમિત રીતે પાલિકા તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાં 65 ટકા જેટલું પાણી ભરેલું છે અને તે આખા ઉનાળામાં ચાલી શકે તેવી પરિસ્થિતિ છે. અને હજુ પણ નર્મદાની કેનાલ અને પાઇપલાઇન મારફતે ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ જ છે. આમ તો છેલ્લા અનેક વર્ષોથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે

કારણ કે તે વલભીપુર બ્રાન્ચ અને બોટાદ બ્રાંચ કેનાલમા પાણી વિતરણ ધોળી ધજા ડેમ માંથી કરવામાં આવ્યું છે જેને કારણે ધોળી ધજા ડેમ હવે સૌરાષ્ટ્રનું પાણિયારું બની ચૂક્યું છે. તેવા સંજોગોમાં અનેક ગામોમા ધોળી ધજા ડેમ મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેથી સૌરાષ્ટ્રનું પાણીયારુ ધોળી ધજા ડેમને ગણવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી સમસ્યા એ ભૂતકાળ બન્યો છે. ત્યારે આગામી ઉનાળાની સિઝનમાં પણ કોઈ પણ જાતની પાણી સમસ્યા શહેરીજનોને નહીં વેઠવી પડે તેવું તંત્રએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અફવાઓના કારણે તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

એક સમયનો સુકો ગણાતો ધોળી ધજા ડેમ હાલ પાણીથી ભરપૂર

ધોળીધજા ડેમ કે જે સૂકી નદી તરીકે ઓળખાય છે. તેના પર આવેલો છે. તે સુરેન્દ્રનગર શહેરની પશ્ચિમ બાજુ સ્થિત છે. ધોળીધજા ડેમ સુધી પહોંચવા માટે એક મુળી હાઇવે થઇને અને બીજો શહેરના દાળમીલ-ખમીસાણા રોડ મારફતે એમ બે યોગ્ય માર્ગો છે. 26 જાન્યુઆરી, 2010ના રોજ તે સમયના ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ધોળીધજા ડેમને શહેરમાં એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ ધોળીધજા ડેમમાં કેનાલ મારફતે સતત પાણી ઠાલવવામાં આવતું હોય છે. અને જે સુકો ડેમ ગણાતો હતો તે હવે લીલોછમ બન્યો છે. અને હાલની પરિસ્થિતિ મુજબ બે કાંઠે આ ડેમ થઈ રહ્યો છે. જેને કારણે શહેરી વિસ્તારની પાણી સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી અંત આવ્યો છે.

શહેરીજનો માટે પાણી સમસ્યા ભૂતકાળ બની : ઉનાળામાં પણ નિયમિત પાણી વિતરણ થશે

સુરેન્દ્રનગર શહેરીજનો માટે પાણી સમસ્યા એક હાલ ભૂતકાળ બની ચૂકી છે. કારણ કે, ધોળી ધજા ડેમ પાણીથી ભરેલો છે. અને ઉનાળામાં પણ શહેરી વિસ્તારના લોકોને નિયમિત પાણી આપી શકાય તેવી પરિસ્થિતિ ડેમમાં પડેલી છે. તેવા સમયે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ઉનાળામાં પણ કપરી પરિસ્થિતિમાં પણ શહેરીજનોને નિયમિતપણે પાણી વિતરણ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રનો પાણીયારો બન્યો ધોળી ધજા ડેમ

સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમ મારફતે 300 કિલોમીટર સુધી કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સૌની યોજના અંતર્ગત સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમને આવરી લેવામાં આવ્યો છે. જેને કારણે હવે બારેમાસ ડેમમાં પાણી ભરેલું રહે છે. અને સતત કેનાલ મારફતે પાણી ભરવામાં આવતું હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની પાણીની સમસ્યા હતી તેનો અંત આવ્યો છે. 2010માં જે તે વખતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ જાહેરાત કરી અને ધોળી ધજા ડેમ વિકસિત બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અને આજે સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત બની ચુક્યો છે. અને હાલની પરિસ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં પાણિયારું સુરેન્દ્રનગર શહેરના ધોળી ધજા ડેમને ગણવામાં આવતું હોય છે. અનેક શહેરોને પીવાનું તથા સિંચાઈનું પાણી ધોળીધજા ડેમ મારફતે પૂરું પાડવામાં આવે છે.