Election Result/ ‘નામ’ ન આવ્યું કામ ! પાલિકા-પંચાયતોની ચૂંટણી પરિણામમાં મોટા માથાઓને ન મળ્યું જનતાનું સમર્થન

‘નામ’ ન આવ્યું કામ !  પાલિકા-પંચાયતોની ચૂંટણી પરિણામમાં મોટા માથાઓને ન મળ્યું જનતાનું સમર્થન

Gujarat Others Trending
sambit patra 4 'નામ' ન આવ્યું કામ ! પાલિકા-પંચાયતોની ચૂંટણી પરિણામમાં મોટા માથાઓને ન મળ્યું જનતાનું સમર્થન

પંચાયત અને પાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ફરી એક વખત મેદાન માર્યું છે.  પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ મુખ્ય જંગમાં કેટલાંક એવા દિગ્ગજ રાજકીય પરિવારમાંથી આવતા ઉમેદવારો પણ હાર્યા છે.

  • દિગ્ગજોનું પાણી મપાયું
  • મોટા માથાઓને મળ્યું જનતાનું સમર્થન
  • જીતી શક્યા જનતાનો વિશ્વાસ
  • સત્તાના સિંહાસને પહોંચવાના સપના રોળાયા
  • દિગ્ગજ રાજકીય પરિવારમાંથી આવતા ચેહરાઓ હાર્યા

પંચાયત અને પાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ફરી એક વખત મેદાન માર્યું છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ મુખ્ય જંગમાં કેટલાંક એવા દિગ્ગજ રાજકીય પરિવારમાંથી આવતા ઉમેદવારો પણ હાર્યા છે જેઓને જનતાએ સ્પષ્ટ જાકારો આપ્યો છે.  સૌ પ્રથમ વાત કરીએ તો જામનગર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા  વિક્રમ માડમની, તો તેમના પુત્ર કરણ માડમની તો દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની વડત્રા બેઠકથી તેમની કારમી હાર થઈ છે.

તો આ તરફ  સાબરકાંઠા જિલ્લામાં મોટું નામ ધરાવતા કોંગ્રેસના ધારાસભય અશ્વિન કોટવાલના પુત્રને પણ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.  ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની વિજયનગર તાલુકા પંચાયતની બેઠકમાં કારમી હાર થઈ છે.  તો આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પર ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજા નિકુંજને પણ પરાજય સહન કરવાનો વારો આવ્યો છે.  તો આ તરફ આણંદના પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલને પણ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. નિરંજન પટેલે પેટલાદના વોર્ડ નંબર-3 અને વોર્ડ નંબર 5 એમ બે વોર્ડ માંથી ઉમેદવારી નોંધાવી હતી, જોકે, બંને વોર્ડમાંથી જનતાએ તેમને નકારી કાઢ્યા હતાં.

આમ ગુજરાતના ગામડાની શાણી જનતાએ  પંચાયત અને પાલિકની ચૂંટણીમાં મોટા નામને બદલે તેમના કામની નોંધ લીધી હોય તે રીતે જનાદેશ આપીને ઘર ભેગા કરી દીધા છે.