International Kite Festival/ અમદાવાદમાં પતંગ મહોત્સવમાં ભગવાન રામનું ચિત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ શહેરમાં આજથી પતંગ મહોત્સવ, 2024નો પ્રારંભ થઈ ગયો છે. વર્ષ 1989થી દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે થનારા કાઈટ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના પતંગ રસિયાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કરતબો દેખાડતાં હોય છે.

Gujarat Top Stories Ahmedabad
પતંગ મહોત્સવ

Ahmedabad News: શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની રંગેચંગે શરૂઆત થઈ ગઈ છે. પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. સાથે ભગવાન રામના અયોધ્યામાં થનારી પ્રાણ – પ્રતિષ્ઠા પૂર્વે પતંગ મહોત્સવમાં પતંગ પર રામનું ચિત્ર ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અમદાવાદ શહેરમાં આજથી પતંગ મહોત્સવ, 2024નો પ્રારંભ થઈ ગયો છે. વર્ષ 1989થી દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે થનારા કાઈટ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના પતંગ રસિયાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કરતબો દેખાડતાં હોય છે. આકાશમાં નાના મોટા તેમજ વિવિધ આકાર અને રંગોના પતંગોથી આકાશ આખું રંગીન બની જતું હોય છે ત્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા પૂર્વે પતંગોમાં પણ ભગવાન રામની છબી જોવા મળી છે.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 7 થી 14 જાન્યુઆરી સુધી યોજાનારા મહોત્સવનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 પતંગબાજોએ ભાગ લીધો છે. જોમાં 12 રાજ્યોમાંથી 68 લોકો અને માત્ર ગુજરાતમાંથી 865 લોકોએ ભાગ લીધો છે. રામ મંદિરની તડામાર તૈયારીઓ વચ્ચે રામનો પતંગ ચગાવવામાં આવ્યો હતો, તેમજ આયોધ્યાના રામ મંદિરની છબી ધરાવતો પતંગ પણ ચગાવવામાં આવ્યો હતો. આ જોઈને પ્રેક્ષકો દંગ રહી ગયા હતા.

આ પતંગ મહોત્સવમાં CM ભુપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે, “વાઈબ્રન્ટ ગુજરાતની એડિશન ગુજરાતમાં શરૂ થશે. વડાપ્રધાને 5 ટ્રલિયનનું અર્થતંત્ર બનાવવા 5 T એટલે ટેલેન્ટ, ટ્રેડિશન, ટ્રેડ, ટુરિઝમ અને ટેક્નોલૉજી વિઝન શૅર કર્યું હતું. આજે દેશનાં ઉદ્યોગોમાં ગુજરાતનો હિસ્સો 40 ટકા છે. જેમાં પતંગનો પણ હિસ્સો રહેલો છે. આજનાં આ પતંગ ઉત્સવનાં પર્વે હું સૌને આવકારૂ છું.”

ધોરડોમાં આયોજન

કચ્છના ધોરડોમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગ બનાવનારા ઉત્પાદકોથી લઈ પતંગ વેચવાવાળા, તેમજ ખાદ્ય ઉદ્યોગો પણ રોજગારી મેળવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: