GSEN-IESA/ ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન વચ્ચે MOU થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં Gujarat government-IESA ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમીકન્ડક્ટર એસોસિએશન IESA સાથે ગાંધીનગરમાં MOU સંપન્ન કર્યા હતા.

Top Stories Gujarat
GSEM IESA ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન વચ્ચે MOU થયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં Gujarat government-IESA ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમીકન્ડક્ટર એસોસિએશન IESA સાથે ગાંધીનગરમાં MOU સંપન્ન કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધીનગરમાં યોજાઈ રહેલી સેમીકોન ઇન્ડિયા-2023 ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા અગ્રણી ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં ભવિષ્યમાં તેમના એકમોની સ્થાપના માટે IESA સહાયક બની રહે તેવા હેતુથી આ MOU થયેલા છે.

ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિઝાઈનનું Gujarat government-IESA નેશનલ હબ બનાવવા સાથે સેમીકન્ડક્ટર સેક્ટર માટે એક આખી વાઈબ્રન્ટ ઇકોસિસ્ટમ રાજ્યમાં ઉભી કરવામાં IESA રાજ્ય સરકારના ધી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન GSEMને ગાઈડન્સ એન્ડ સપોર્ટ પૂરાં પાડશે. એટલું જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ઇન્વેસ્ટર્સ આઉટરિચ માટે પણ GSEMને IESA માર્ગદર્શન આપશે. રાજ્ય સરકાર વતી આ MOU પર GSEMના મિશન ડિરેક્ટર વિદેહ ખરેએ તથા IESA વતી પ્રેસિડેન્ટ કે. ક્રિષ્નામૂર્થિએ હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગ્લોબલ પ્લેયર Gujarat government-IESA બનવામાં આ MOU ઉપયુક્ત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે IESA ભારતના સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગોની વૃદ્ધિ કરવા માટે કાર્યરત છે. ભારતમાં આ ક્ષેત્રે કરવામાં આવતા મહત્ત્વના સેમિનાર, કોન્ફરન્સના આયોજનમાં IESA પાર્ટનર પણ હોય છે. IESA એ ESDM અને ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક્સ માટે દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે. આ MOU પર સહી કરતી વખતે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નેહરા તેમજ IESA તરફથી વાઈસ પ્રેસિડેન્ટ કર્નલ અનુરાગ અવસ્થી, એડવાઈઝર વિવેક ત્યાગી અને એક્ઝીક્યુટિવ કમિટિ મેમ્બર અશોક મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય Gujarat government-IESA ઉત્પાદક કંપની ‘ફોકસકોન’ના ચેરમેન શ્રીયુત યંગ લિયુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી. ગુજરાતને આંગણે યોજાઇ રહેલી સેમીકોન ઇન્ડિયા 2023માં સહભાગી થવા આવેલા ફોકસકોનના ચેરમેન પ્રથમવાર ગુજરાત આવ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે ભારતમાં તેમની કંપનીના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમને ગુજરાતે જાહેર કરેલી ‘સેમી કન્ડક્ટર પોલીસી ૨૦૨૨-૨૭’ માં મળતા લાભો અને અન્ય પ્રોત્સાહનોની વિગતો બેઠક દરમિયાન આપી હતી. ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં Gujarat government-IESA સજ્જ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ફોક્સકોનના ચેરમેનશ્રીએ ગુજરાત તેમના સંભવિત રોકાણોમાં અગ્રસ્થાને રહેશે તેમ આ તકે જણાવ્યું હતું. મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી વિજય નેહરા આ બેઠકમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ સખત કાર્યવાહી/સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચોઃ North Gujarat-Rain/રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સીઝનનો 56 ટકા જ વરસાદ

આ પણ વાંચોઃ ધરપકડ/ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!

આ પણ વાંચોઃ ગાંધીનગર/એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચોઃ ક્રાઈમ/અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોળ ચોરીના ગુનાને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના બે ઇસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા