ક્રાઈમ/ અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોળ ચોરીના ગુનાને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના બે ઇસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ઈસમો પાસેથી રોકડા રૂપિયા 1000, આ ઉપરાંત અલગ અલગ પાના-પેચ્યા અને મોટરસાયકલ સહિત 56,970નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Gujarat Surat
Untitled 75 અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોળ ચોરીના ગુનાને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના બે ઇસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા

@અમિત રૂપાપરા 

અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનારી ચડ્ડી-બન્યાનધારી ગેંગના બે ઇસમોને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ઈસમો પાસેથી રોકડા રૂપિયા 1000, આ ઉપરાંત અલગ અલગ પાના-પેચ્યા અને મોટરસાયકલ સહિત 56,970નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ઘરફોડ સ્કોડની ટીમને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની પાસેથી બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશની ચડ્ડી-બનીયાનધારી ગેંગના માણસો છેલ્લા ઘણા દિવસથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપે છે અને આરોપી સરથાણા કેનાલ સુરત ખાતે આવનાર છે. તેથી બાતમી વાળી જગ્યા પરથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દ્વારા રાજ પવાર અને અવિનાશ સોલંકી નામના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઇસમો સુરત રેલવે સ્ટેશનની ટિકિટ વિન્ડો નજીક ફૂટપાથ પર રહેતા હતા.

Untitled 75 1 અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોળ ચોરીના ગુનાને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના બે ઇસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બંને આરોપી પાસેથી એક સ્પ્લેન્ડર બાઈક, રોકડા રૂપિયા 1000 તેમજ ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો જેવા કે, હાઇડ્રોલિક ગ્રીલ કટર, પેચ્યું, પકડ, લોખંડનું પોપટ પાનું, ટોર્ચ, લાકડાની ગિલોલ અને નાની કાનસ સહિતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલની કિંમત 56,970 રૂપિયા થવા પામે છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી આ આરોપીઓ પોતાની ગેંગ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ, દિલ્હી, નોઈડા અને હરિયાણામાં ઘરફોડ ચોરી, ધાડ-લૂંટ તેમજ વાહન ચોરીના ગુનાને અંજામ આપે છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેઓ સુરત શહેર તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લા જેવા કે આણંદ, વડોદરા, અમદાવાદ ખાતે પોતાની ગેંગ સાથે ખુલી જગ્યામાં પડાવ નાખતા હતા અને પોતાની કરતૂતો છુપાવવા માટે આ ઈસમો દિવસે ફુગ્ગાનું વેચાણ કરતા હતા અને ત્યારબાદ આસપાસ એના વિસ્તારમાં રેકી કરી રાત્રિના સમયે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

Untitled 75 અલગ અલગ રાજ્યમાં 50 કરતાં વધારે ઘરફોળ ચોરીના ગુનાને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના બે ઇસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેઓ અલગ અલગ વિસ્તારમાં આવેલા VIP બંગલોને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિના સમયે એટલે કે દોઢથી બે વાગ્યાના અરથામાં ચોરીની ઘટનાને અંજામ આપવા માટે સ્થળ પર જતા હતા અને પોતાની ઓળખ છુપાવવા માટે તેઓ પોતાના કપડાં કાઢીને ચડ્ડી-બનીયાન પહેરી લેતા હતા. કપડા પોતાની પાસેના લુંગીમાં વીંટાળી દેતા હતા અને ત્યારબાદ લૂંગીકમરે બાંધી દેતા હતા. આ ઉપરાંત ચપ્પલ બનીયાન પાછળ નાખી દેતા હતા. ત્યારબાદ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ચોરીની ઘટના દરમિયાન જો કોઈ વ્યક્તિ તેમને જોઈ જાય તો આ વ્યક્તિ પર પથ્થરમારો કરતા હતા અને કુતરા ભસે તો કુતરાને પણ પથ્થર મારીને ભગાડતા હતા. ત્યારબાદ ચોરીની એક મોટરસાયકલ આરોપી પોતાની પાસે રાખતા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આ મોટરસાયકલ પર બેસી આરોપી ફરાર થઈ જતા હતા.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 20 જેટલા ગુનાઓનો ભેદ પોલીસે ઉકેલો છે. આ ઉપરાંત આરોપી સામે મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં 10, રાજસ્થાનના જયપુરમાં 5, મધ્યપ્રદેશના જાવરા, મનસોરા અને રતલામમાં 10, પંજાબના અમૃતસરમાં 5, કર્ણાટકના કારવારમાં 4, ઉત્તર પ્રદેશના વારાણસીમાં 5, નોઈડામાં 7, ગોવામાં 2, હરિયાણાના જલંધરમાં 5 અને દિલ્હીના બદરપુર ટાઉનમાં 2 ઘરફોડ ર્ચોરીના ગુના નોંધાયા છે.

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલના 7.56 કરોડના GST કૌભાંડની ચર્ચા વચ્ચે સુપ્રિટેન્ડન્ટે કર્યો ખુલાસો

આ પણ વાંચો:દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા, મળ્યા બેના મૃતદેહ

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત BMW કારના ચાલકની અટકાયત

આ પણ વાંચો:સુરત RTOની ટેક્સ ડિફોલ્ટર વાહનોન માલિકો સામે લાલ આંખ