Not Set/ #DelhiAssemblyElection2020/ 11 ફેબ્રુઆરીએ પરિણામ આવતા જ શાહીન બાગ પણ સાફ થવા લાગશે : અનુરાગ ઠાકુર

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે – 4 ફેબ્રુઆરીએ લોકોને ખાતરી આપી હતી કે 11 ફેબ્રુઆરીથી શાહીન બાગને સાફ કરવાની શરૂઆત કરવામાં આવશે. બીજેપી નેતાએ કહ્યું કે, “11 ફેબ્રુઆરીએ પરિણામો બહાર આવતાની સાથે જ શાહીન બાગ પણ સાફ થઈ જશે. હું તમને ખાતરી આપું છું.” દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં લગભગ 50 દિવસથી ચાલી રહેલા સીએએનાં વિરોધને રાજકીય […]

Top Stories Gujarat Assembly Election 2022 India
at #DelhiAssemblyElection2020/ 11 ફેબ્રુઆરીએ પરિણામ આવતા જ શાહીન બાગ પણ સાફ થવા લાગશે : અનુરાગ ઠાકુર

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે – 4 ફેબ્રુઆરીએ લોકોને ખાતરી આપી હતી કે 11 ફેબ્રુઆરીથી શાહીન બાગને સાફ કરવાની શરૂઆત કરવામાં આવશે. બીજેપી નેતાએ કહ્યું કે, “11 ફેબ્રુઆરીએ પરિણામો બહાર આવતાની સાથે જ શાહીન બાગ પણ સાફ થઈ જશે. હું તમને ખાતરી આપું છું.” દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં લગભગ 50 દિવસથી ચાલી રહેલા સીએએનાં વિરોધને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીના મુદ્દો તરીકે રજૂ કરવામાં આવ્યો છે. ભાજપ તેના પ્રચારમાં તેનો ભર પૂર ઉપયોગ કરી રહી છે.

આ નિવેદનના થોડા દિવસ પહેલા, ચૂંટણી રેલી દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવા માટે ઠાકુરના પ્રચાર પર EC દ્વારા પ્રચાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઠાકુરે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પર પણ શાહીન બાગના વિરોધીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો.

ઠાકુરે દિલ્હી ભાજપ કાર્યાલયમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “જ્યારે દિલ્હીના લોકો કમલ (ભાજપના ચૂંટણી પ્રતીક) ની તરફેણમાં મત આપશે … અને 11 ફેબ્રુઆરીએ પરિણામ બહાર આવ્યા બાદ શાહીન બાગ (પ્રદર્શન સ્થળ) સાફ કરવામાં આવશે.”

નાણાં મંત્રાલયના રાજ્ય પ્રધાન ઠાકુરને 72 કલાક માટે ચૂંટણી પ્રચારમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જ્યારે તેમણે ભીડને દેશના વિશ્વાસઘાતીઓને ઠાર મારવાનું અને સીએએ વિરુદ્ધ વિરોધીઓ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવી રહ્યા જેવા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા લોકોને ઉશ્કેર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન