Video/ સુરતના પીપલોદ-ડુમસ રોડ પર કાર પર બેસી સ્ટંટ કરના નબીરાઓની ધરપકડ, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

સુરતના ડુમસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા નજીક એક કાર પર બેસીને એક યુવક સ્ટંટ કરતો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Top Stories Gujarat Surat

@અમિત રૂપાપરા 

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અથવા તો પોતાના ફોલોઅર્સ વધારવા માટે કેટલાક યુવાનો ઓવર સ્પીડમાં વાહન ચલાવતા હોય છે અથવા તો શરૂ વાહને અલગ અલગ સ્ટંટ કરતા હોય છે. આવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારબાદ જોખમી રીતે વાહન ચલાવતા અને શરૂ વાહને સ્ટંટ કરતા યુવકો કે, લોકો સામે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના ડુમસ રોડ પર મર્સિડીઝ કાર સાથે સ્ટંટ કરનારા શેખ બંધુઓની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સુરતના ડુમસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા નજીક એક કાર પર બેસીને એક યુવક સ્ટંટ કરતો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે સુરત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ વિડીયો ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો હોવાના કારણે ઉમરા પોલીસ દ્વારા વીડિયોના આધારે તપાસ કરી વિડીયો બનાવનારા શેખ બંધુઓની ધરપકડ કરવામાં આવી છે.

ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેન્સની ટીમ દ્વારા તપાસ કરતા અને પોતાના બાતમીદારોના નેટવર્ક અને ટેકનિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું હતું કે, કાર પર બેસીને જે યુવક સ્ટંટ કરતો હતો તેનું નામ એઝાઝ સલીમ શેખ છે અને તે કીમ ચાર રસ્તા નજીક રહે છે. પોલીસ દ્વારા કાર પર સ્ટંટ કરનાર એઝાઝ શેખ અને તેના નાના ભાઈ અઝહર સલીમ શેખને પકડી પાડ્યો હતો.

સુરતની ઉમરા પોલીસ દ્વારા બંને ભાઈઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેમને થોડા દિવસ પહેલાં જ મર્સીડિઝ કારની ખરીદી કરી છે અને તેઓ આ મર્સીડિઝ કાર લઈને સુરતના ડુમ્મસ બીચ પર ફરવા માટે ગયા હતા અને તે સમયે તેમને ડુમ્મસ તરફ જતા વખતે આ પ્રકારનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મુકવા માટે બનાવ્યો હતો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને ભાઈઓ એક હોટલના માલિક છે  તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ પ્રકારનો વિડીયો બનાવવા બદલ ઉમરા પોલીસ દ્વારા બંને ભાઈઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી બંને ભાઈઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!