ધરપકડ/ ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!

આરટીઓ અધિકારીઓ છેલ્લા એકાદ વર્ષથી આ કૌભાંડ ચલાવતા હતા. અત્યાર સુધીમાં નવ અરજદારોને ગેરકાયદે લાયસન્સ ઇસ્યુ કર્યાની વિગતો પોલીસ પાસે આવી છે

Top Stories Gujarat
8 3 3 ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!
  • ગાંધીનગર બે RTO અધિકારીની ધરપકડ
  • અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ
  • 9 લોકોને ટેસ્ટ આપ્યા વગર લાઇસન્સ કઢાવ્યા
  • બે RTO આધિકારી સહિત ખાનગી વ્યક્તિની ધરપકડ
  • 10000 રૂ. લઈ ગાંધીનગર RTOથી કાઢવામાં આવતું હતું લાઇસન્સ
  • સમીર ધારીયા અને જયદીપસિંહ ઝાલા RTO અધિકારીની ધરપકડ
  • ખાનગી વ્યક્તિ ભાવિન શાહની પણ કરવામા આવી ધરપકડ
  • કોઈપણ જાતના ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાઇસન્સ કાઢી અપાતું

ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં બે આરટીઓ અધિકારીઓની અમદાવાદ સાયબર ક્રાઇમે  ધરપકડ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં બે આરટીઓ અધિકારીઓએ 9 લોકોને ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ સીધા લાઇસન્સ કઢાવી અપાવ્યા હતા. 10 હજાર રૂપિયામાં આ રીતે આ બે આરટીઓ અધિકારીઓ કૌભાંડ આચરતા હતા. સમીર ધારિયા અને જયદિપસિંહ ઝાલા નામનાા બે આરટીઓ અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ઉપરાંત એક ખાનગી વ્યક્તિ ભાવિન શાહીની પણ ધપકડ કરવામાં આવી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ આ અંગે વધુ  સઘન તપાસ હાથ ધરી છે .

ઉલ્લેખનીય છે કે આરટીઓ અધિકારીઓ છેલ્લા એકાદ વર્ષથી આ કૌભાંડ ચલાવતા હતા. અત્યાર સુધીમાં નવ અરજદારોને ગેરકાયદે લાયસન્સ ઇસ્યુ કર્યાની વિગતો પોલીસ પાસે આવી છે. દરેક અરજદાર પાસેથી તેઓ રૂ.10 હજાર પડાવતા હતા. વધુ વિગતો મેળવવા પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તપાસ ચલાવાઈ રહી છે.’ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીઅમદાવાદ શહેર તરફથી તાજેતરમાં એક ફરિયાદ કરવામા આવી હતી. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં અરજદારોની ટેસ્ટ લીધા વગર ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામા આવતા હોવાની વિગતો જણાવવામાં આવી હતી. એટલું નહિ નાપાસ થયેલા અરજદારોને ટેક્નિકલ રીતે છેડછાડ કરી પાસ કરવામા આવતા હતા. ટેક્નિકલ છેડછાડ કરી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતા હતા. આ અંગે RTOના અધિકારીની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.