Not Set/ મંતવ્ય ન્યૂઝના કોલમિસ્ટ અને વરિષ્ઠ પત્રકાર હિંમતભાઈ ઠક્કરનું નિધન

હિંમતભાઈના ઠક્કરના નિધન પર મંતવ્ય ન્યૂઝની સમગ્ર ટીમ દુઃખ વ્યક્ત કરે છે અને વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવે છે અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવે છે.

Top Stories
હિંમતભાઈ ઠક્કર

ભાવનગર શહેરના વરિષ્ઠ પત્રકાર અને કોલમિસ્ટ હિંમતભાઈ ઠક્કરનું શુક્રવારે સવારે નિધન થયું છે. હિંમતભાઈ ઘણા વર્ષોથી મંતવ્ય ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ MantavyaNews.Com  તેઓ અઠવાડિક કરંટ અફેર્સ અને રાજકારણ વિશે કોલમ લખતાં હતા. તેમના દ્વારા લખવામાં આવતી કોલમ અનેક લોકો સુધી પહોચી છે અને લોકોની વાચા પણ બનીને ઉભરી છે. તેમના દ્વારા કરવામાં આવતું રાજકીય વિશ્લેષણ ખૂબ જ સટીક અને સ્પષ્ટ જોવા માટે મળતું હતું.

હિંમતભાઈના ઠક્કરના નિધન પર મંતવ્ય ન્યૂઝની સમગ્ર ટીમ દુઃખ વ્યક્ત કરે છે અને વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવે છે અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવે છે.

સમગ્ર મંતવ્ય ન્યૂઝ પરિવાર