IPL/ કોલકોતાએ હૈદરાબાદને છ વિકેટથી હરાવ્યું,પ્લેઓફની આશા અકબંધ

કોલકાતા માટે ગિલ સિવાય નીતિશ રાણાએ 25 અને દિનેશ કાર્તિકે અણનમ 18 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડને 2 વિકેટ લીધી હતી

Top Stories Sports
kkr કોલકોતાએ હૈદરાબાદને છ વિકેટથી હરાવ્યું,પ્લેઓફની આશા અકબંધ

આઈપીએલ 2021 ની 49 મી મેચમાં કોલકાતાએ હૈદરાબાદને છ વિકેટે હરાવ્યું, શુભમન ગિલ (57) ની અડધી સદી અને બોલરો દ્વારા શાનદાર પ્રદર્શનથી મેચ જીતી. ટોસ જીતીને બેટિંગ પસંદ કરતા હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. સનરાઇઝર્સ બેટ્સમેનો KKR બોલરો સામે ઘૂંટણિયે પડ્યા હતા. સનરાઇઝર્સે 8 વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ બે બોલ બાકી રહેતા 119 રન બનાવીને મેચ જીતી લીધી હતી. છેલ્લી ઓવરના ચોથા બોલ પર કાર્તિકે એક ચોગ્ગા મારીને ટીમને જીત અપાવી હતી. કોલકાતા માટે ગિલ સિવાય નીતિશ રાણાએ 25 અને દિનેશ કાર્તિકે અણનમ 18 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડને 2 વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ જીત સાથે કોલકાતાની ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે અને પ્લેઓફની આશા અકબંધ રાખી છે.

 

 

KKR હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યા બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે, પ્લેઓફની આશા અકબંધ છે
શુભમન ગિલે KKR માટે 51 બોલમાં 57 રન બનાવ્યા, 10 ચોગ્ગા ફટકાર્યા
શુભમન ગિલ અને નીતીશ રાણા વચ્ચે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી
હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી
હૈદરાબાદના બેટ્સમેનો KKR બોલરો સામે ઘૂંટણિયે પડી ગયા
ટીમ સાઉથી, શિવમ માવી અને વરુણ ચક્રવર્તીએ સંયુક્ત રીતે 2-2 વિકેટ લીધી હતી