Political/ ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ મેદાનના લોકાર્પણે બેટિગ કરવા ઉતરીયા,રાજકિય મેદાનમાં સામેવાળાના છોતરા કાઢી નાંખે છે!

બીજેપીના દિગ્ગજ નેતા અને  પૂર્વ નાયબ  મુખ્યમંત્રી નીતિન પટેલ પણ  પાર્ટીના પ્રચાર અર્થે કામે લાગી ગયા છે. ક્રિકેટની પીચ પર બેટિંગ કરવા માટે ઉતરીયા હતા 

Top Stories Gujarat
20 4 ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ મેદાનના લોકાર્પણે બેટિગ કરવા ઉતરીયા,રાજકિય મેદાનમાં સામેવાળાના છોતરા કાઢી નાંખે છે!

મહેસાણા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઉત્તર ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડનું આજે મહેસાણા ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નીતિન પટેલ રીબીન કાપી ગ્રાઉન્ડ ખુલ્લું મૂક્યું હતું તેમજ પીચ પર નીતિન પટેલ બેટીંગ પણ કરી હતી. ત્યારે નીતિન પટેલે મહેસાણા એટેલ અમે સાણા, બાકી તમે છો એ તમે જાણો. એમ કહેતા હાજર સૌ કોઇ હસી પડ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ પ્રચારની તાડમાર તૈયારીમાં લાગી ગઇ છે, આ સમયે ભાજપે પણ આક્રમણ શૈલી સાથે પ્રચારમાં ઉતરી છે કોઇ કચાશ રાખવા માંગતી નથી,બીજેપીના દિગ્ગજ નેતા અને  પૂર્વ નાયબ  મુખ્યમંત્રી નીતિન પટેલ પણ  પાર્ટીના પ્રચાર અર્થે કામે લાગી ગયા છે. ક્રિકેટની પીચ પર બેટિંગ કરવા માટે ઉતરીયા હતા  અને તેમની આગવી શૈલીથી  રમ્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ તસવીર ચિરાગ પટેલે ટ્વિટર પર શેર કરી હતી અને લખ્યું કે તે કોઇપણ શૈલીમાં રમે અટલે કે બેકફુટ હોય કે ફ્રન્ટફટ હોય તે સામે વાળાના છોતરા કાઢી નાંખે છે. 2017માં તેઓ પાટીદાર સમાજને ગુરાહ કરનાર સામે ફ્રન્ટ ફુટ પર ખેલ્યા હતા, હવે રાજકિય પીચ પર પણ તે ફ્રન્ટફુટ પર આવીને રમી રહ્યા છે.

 

 

ઉલ્લેખનીય છે કે હાલ ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ હવે રાજકિય પીચ પર ઉતરી ગયા છે અને ફ્રન્ટફુટ પર ખેલી રહ્યા છે, તેમણે ગત ભાષણમાં એક સમાજનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. તેમની બેટિંગ કરતી તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.