રાજકોટ/ આજે 150 રેસિડેન્ટ ડોક્ટરોએ કાળા વસ્ત્રો ધારણ કરી સુત્રોચાર કર્યા

મહતવનું છે  કે દર્દીઓને સારવાર માટે સૌરાષ્ટ્રનું હદય સમાન ગણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાલનો દોર ચાલી રહ્યો છે.ત્

Rajkot Gujarat
Untitled 25 2 આજે 150 રેસિડેન્ટ ડોક્ટરોએ કાળા વસ્ત્રો ધારણ કરી સુત્રોચાર કર્યા

સમગ્ર  રાજયમાં   તબીબોની માંગ ને લઈને જે હડતાળ થઈ છે તે યથાવત જોવા મળી રહી છે. ડોકટરો હડતાળ પર ઉતરતા દર્દીઓ એ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે . ત્યારે આજે ફરી ટ તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇ વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યો છે.જેમાં રેસિડન્ટ ડોક્ટરો દ્વારા આજે સતત બીજા દિવસે ઉગ્ર વિરોધ સાથે હડતાળનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. પીડીયું મેડિકલ કોલેજ ખાતે 150 જેટલા ડોક્ટરોએ એકઠા થઇ કાળા કપડાં ધારણ કરી ઉગ્ર સુત્રોચાર કર્યા  હતા.

આ પણ વાંચો ;નવા ઉદયની શરૂઆત / ખારાઘોડા મીઠાના ઉદ્યોગમાં લુઝ મીઠાની નિકાસ થતા વ્યાપારના નવા દ્વાર ખુલ્યા

મહતવનું છે  કે દર્દીઓને સારવાર માટે સૌરાષ્ટ્રનું હદય સમાન ગણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાલનો દોર ચાલી રહ્યો છે.ત્યારે રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળને પગલે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓથી દૂર રહેતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..જેના કારણે દર્દીઓ રઝળી પડ્તા જોવા મળી રહ્યા છે .

આ પણ વાંચો ;દહેશત /  સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રામાં 50 બેડના કોરોના વોર્ડ શરૂ કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે જો આગામી દિવસોમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય કરવામાં નહિ આવે તો ગુજરાત યુનિયન દ્વારા નિર્ણય કરી આગામી રણનીતિ જાહેર કરાશે અને વધુમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવવાનો છે.ત્યારે બીજી બાજુ ટીચર્સ તબીબો પાસેથી ખેંચેલા લાભોને પરત મેળવવા માટે ડોક્ટરો સોમવારના હડતાલ પર જશે અને રાજીનામાં પણ આપવાનું જણાવ્યું છે.જેથી જોવાનું તે રહેશે જો સરકાર સમયસર નિર્ણય નહિ લાવે તો આની હાલાકીનો સામનો દર્દીઓને કરવાનો રહેશે.