Bollywood/ આ અભિનેતાનો મુંબઈની એક ચાલીમાં થયો હતો જન્મ..આજે છે બોલિવૂડના સુપરસ્ટારમાં નામ..

વિકી કૌશલ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઉભરતા અભિનેતાઓમાંના એક છે. વિકી કૌશલે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.  તેને પોતાના દમદાર અભિનયથી ચાહકોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે

Trending Entertainment
vv આ અભિનેતાનો મુંબઈની એક ચાલીમાં થયો હતો જન્મ..આજે છે બોલિવૂડના સુપરસ્ટારમાં નામ..

વિકી કૌશલ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઉભરતા અભિનેતાઓમાંના એક છે. વિકી કૌશલે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.  તેને પોતાના દમદાર અભિનયથી ચાહકોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. વર્ષ 2015માં પોતાની ફિલ્મી કરિયર શરૂ કરનાર વિકી કૌશલે મસાન, રમણ રાઘવ 2.0, રાઝી, સંજુ અને ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો અને લોકોએ આ ફિલ્મમાં વિકી કૌશલની ભૂમિકા અને તેના અભિનયની પ્રશંસા કરી હતી

મુંબઇની ચાલીમાં થયો હતો વિકીનો જન્મ

v2 આ અભિનેતાનો મુંબઈની એક ચાલીમાં થયો હતો જન્મ..આજે છે બોલિવૂડના સુપરસ્ટારમાં નામ..

વિકી કૌશલનો જન્મ 16 મે 1988ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાંની એક ચાલીમાં  બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.  વિકીના  પિતાનું નામ શ્યામ કૌશલ અને માતાનું નામ વીણા કૌશલ છે. જ્યારે તેના  ભાઈનું નામ સની કૌશલ છે. હકીકતમા  વિકીનો પરિવાર મૂળ પંજાબના હોશિયારપુરનો છે. વિકીના પિતા વર્ષ 1978માં પંજાબથી મુંબઈ આવ્યા અને પોતાની મહેનત અને સમર્પણથી બોલીવુડના પ્રખ્યાત એક્શન ડિરેક્ટર અને જાણીતા સ્ટંટમેન બન્યા. શ્યામ કૌશલે ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘3 ઈડિયટ્સ’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. વિકી કૌશલનો ભાઈ સની કૌશલ પણ એક્ટર છે. ‘માય ફ્રેન્ડ પિન્ટુ’ અને ‘ગુંડે’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા તે આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ છે. વિકી મુંબઈની રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.  ડિગ્રી મેળવ્યા પછી, વિકીએ એક IT કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. જો કે, થોડા સમય પછી, જ્યારે તેને લાગ્યું કે તેણે ફિલ્મોમાં કારકિર્દી બનાવવી જોઈએ, ત્યારે તેણે નોકરી છોડી દીધી અને તેના પિતા સાથે ફિલ્મોના સેટ પર જવાનું શરૂ કર્યું. આ સિવાય વિક્કી કૌશલે કિશોર નમિત કપૂરની એકેડમીમાં એક્ટિંગનો કોર્સ પણ કર્યો હતો. વિકી કૌશલે સુપરહિટ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના બંને ભાગમાં અનુરાગ કશ્યપના સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.

ફિલ્મી કારકિર્દી

v3 આ અભિનેતાનો મુંબઈની એક ચાલીમાં થયો હતો જન્મ..આજે છે બોલિવૂડના સુપરસ્ટારમાં નામ..

વિકી કૌશલે વર્ષ 2012માં અનુરાગ કશ્યપની ફિલ્મ ‘લવ શુભ તે ચિકન ખુરાના’થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેને  નાનકડો રોલ કર્યો હતો. આ પછી  વર્ષ 2013માં શોર્ટ ફિલ્મ ‘ગીક આઉટ’ અને વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’માં નાની ભૂમિકાઓ ભજવી હતી.  કૌશલે વર્ષ 2015માં જ ફિલ્મ મસાનમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં વિકી કૌશલે એક નીચી જાતિના છોકરાનું પાત્ર ભજવ્યું હતું જે એક ઉચ્ચ જાતિની છોકરીના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં અભિનેતા સંજય મિશ્રા અને અભિનેત્રી રિચા ચડ્ડાએ પણ કામ કર્યું હતું. વિકીની આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી અને લોકોએ ફિલ્મમાં તેના અભિનયની પ્રશંસા કરી. વિકી કૌશલની બે ફિલ્મો ‘ઝુબાન’ અને ‘રમન રાઘવ 2.0’ વર્ષ 2016માં આવી હતી. ‘રમન રાઘવ 2.0’માં નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં હતો, પરંતુ આ ફિલ્મમાં વિકી કૌશલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2018માં, વિકી કૌશલે સ્પાય થ્રિલર ફિલ્મ ‘રાઝી’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં વિકી કૌશલ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. ફિલ્મમાં આલિયા ભટ્ટે ભારતીય જાસૂસની ભૂમિકા ભજવી હતી જ્યારે વિકી કૌશલે ફિલ્મમાં પાકિસ્તાની આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી હતી. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી અને લોકોએ ફિલ્મમાં આલિયા ભટ અને વિકી કૌશલના અભિનયના વખાણ કર્યા હતા. વર્ષ 2018માં જ વિકી કૌશલે બીજી સુપરહિટ ફિલ્મ ‘સંજુ’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મ બોલિવૂડ એક્ટર સંજય દત્તના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર રણબીર કપૂરે ભજવ્યું હતું જ્યારે વિકી કૌશલે આ ફિલ્મમાં સંજય દત્તની મિત્ર કમલીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં રણબીર કપૂર અને વિકી કૌશલ બંનેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વિકી કૌશલની ફિલ્મ મનમર્ઝિયા 2018ના અંતમાં રિલીઝ થઈ હતી. આ એક પ્રેમ ત્રિકોણ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને એક્ટર અભિષેક બચ્ચન જોવા મળ્યા હતા. લોકોએ પણ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો. વર્ષ 2019 વિકી કૌશલ માટે પણ લકી સાબિત થયું. આ વર્ષે વિકી કૌશલની ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારત દ્વારા પાકિસ્તાન પર કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત હતી. આ ફિલ્મમાં વિકી કૌશલે ભારતીય સેનાના અધિકારીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ અને ફિલ્મે ઘણી કમાણી કરી. આ ફિલ્મે વિકી કૌશલને બોલિવૂડ અને લોકોમાં એક અલગ ઓળખ આપી. આ સિવાય વિકી કૌશલની ફિલ્મ ‘ભૂત- પાર્ટ વનઃ ધ હોન્ટેડ શિપ’ પણ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.

લવ લાઇફ..

viky kat આ અભિનેતાનો મુંબઈની એક ચાલીમાં થયો હતો જન્મ..આજે છે બોલિવૂડના સુપરસ્ટારમાં નામ..

વિકી કૌશલની ગર્લફ્રેન્ડની વાત કરીએ તો વિકી બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફને ડેટ કરી રહ્યો હતો.  18 જુલાઈ 2021 ના ​​રોજ, વિકી કૌશલ અને કેટરિના કૈફનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. જોકે, બાદમાં કેટરીના કૈફના પ્રવક્તાએ આ સમાચારને નકારી કાઢ્યા હતા. પરંતુ હવે એ સમાચારને સાચા માનવા જ રહ્યાં કારણ કે કેટરીના કૈફ હવે કેટરીના કૈફ કૌશલ બની રહી છે. કેટ સાથે તો અફેર અને લગ્ન બન્ને થયા. પરંતુ તેના સિવાય વિકીનું નામ એક્ટ્રેસ અને એન્કર હરલીન સેઠીને સાથે પણ જોડાયુ હતું. આ ઉપરાંત પણ અન્ય નામ છે લીસ્ટમાં જો કે એ વાત હવે ભૂતકાળ બની ગઇ છે અને વિકી કેટરીનાને વરીચૂક્યોછે. તો એન્જોય ન્યુ લાઇફ વિકી એન્ડ કેટ..