Knowledge: મોટાભાગના દેશોમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે ઘણા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિકના નિયમો સહિત વાહન ઉત્પાદન કરતી કંપનીઓને લાગુ પડતા નિયમોનો સમાવેશ થાય છે. રસ્તા પર ચાલતી વખતે, ખાસ કરીને રાત્રે, તમે નોંધ્યું હશે કે રસ્તાની બાજુમાં પીળી બ્લિન્કર લાઇટ્સ ઇન્સ્ટોલ કરેલી છે. આ લાઇટ્સને સ્ટડ રિફ્લેક્ટર પણ કહેવામાં આવે છે. આ લાઈટો દ્વારા જ રાત્રિના સમયે વાહન ચલાવનાર વાહનચાલકને રસ્તાની માહિતી મળે છે.
જ્યારે પણ તમે વાહન લઈને રસ્તા પર નીકળો છો, ત્યારે કેટલીક જગ્યાએ રોડની પટ્ટી પર પીળા કે લાલ રંગનું પ્લાસ્ટિક ચોંટેલું જોયું જ હશે. વાસ્તવમાં તેને સ્ટડ રિફ્લેક્ટર લાઇટ કહેવામાં આવે છે. આ રિફ્લેક્ટરનો ઉપયોગ રાત્રે થાય છે. જ્યારે લોકો ધુમ્મસ દરમિયાન રસ્તાની હદ નક્કી કરવા માટે સફેદ પટ્ટી અને આ રિફ્લેક્ટરનો પણ ઉપયોગ કરે છે.
લાઇટ માર્કેટમાં રિફ્લેક્ટર અલગ-અલગ કિંમતે ઉપલબ્ધ છે. વાસ્તવમાં, રસ્તા પર જોવા મળતી આ લાઇટો સસ્તી લાગે છે, પરંતુ તે તેમની ગુણવત્તા અને મજબૂતીના આધારે બજારમાં હાજર છે. સામાન્ય માહિતી અનુસાર, બજારમાં તેમની કિંમત 300 રૂપિયાથી શરૂ કરીને 1100 રૂપિયા સુધીની હોય છે. જોકે, કિંમતમાં તફાવત પરાવર્તકના પ્રકાશ અને શક્તિ પર આધારિત છે.
આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ