અનોખા લગ્ન/ 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદી થયા લગ્ન, જાનમાં મન મૂકીને નાચ્યા પૌત્ર પૌત્રીઓ

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ એક અનોખા લગ્ન યોજાયા હતા.જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા દાદીના ધામધૂમથી લગ્ન યોજાયા.

Gujarat Others Trending
લગ્ન

@દીપકસિંહ રાઠોડ

સાબરકાંઠા જિલ્લામાં આજે એક અનોખા લગ્ન યોજાયા. જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદીના ધામધૂમથી લગ્ન થયા અને આ લગ્નમાં તેમના 10 દીકરા અને 50 પૌત્ર પૌત્રીઓ મન મૂકીને નાચ્યા.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ એક અનોખા લગ્ન યોજાયા હતા.જેમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા દાદીના ધામધૂમથી લગ્ન યોજાયા. તો આ દાદા દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલે ઝૂમી.અને ખુશાલી વ્યક્ત કરી.તો 70 વર્ષના દાદીને પીઠી પણ લગાવાઇ અને ખાટલે બેસાડી તેમને ફેરવવામાં આવ્યા.

Untitled 19 3 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદી થયા લગ્ન, જાનમાં મન મૂકીને નાચ્યા પૌત્ર પૌત્રીઓ

તો ફેરા ફરવા માટે દાદીમાં અશક્ત હોવાને લઈને પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા. આદિવાસી સમાજમાં લગ્નની ઉંમર સમય પૈસા ના હોય તો તે લોકો લગ્ન કરી શકતા નથી. પરંતુ આગેવાનોની સંમતિથી આ બંને પતિ પત્ની સાથે રહીને સંસાર માંડતા હોય છે.અને જ્યારે તે લોકો પાસે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે તેટલી ઉંમરે તેઓ લગ્ન કરતા હોય છે.

Untitled 19 2 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા દાદા-દાદી થયા લગ્ન, જાનમાં મન મૂકીને નાચ્યા પૌત્ર પૌત્રીઓ

આ દાદા દાદી પાસે ચોથી પેઢીએ પૈસાની વ્યવસ્થા થઈ. તો 70 વર્ષની ઉંમરે પૈસાની વ્યવસ્થા થતા તેમના ધામધૂમથી લગ્ન યોજાયા.અને આ લગ્નમાં આખું ગામ ઉમટ્યુ. ડીજેના તાલે લોકો નાચ્યા અને વર કેસરાભાઇ ગમાર અને કન્યા મંગુબેન ગમાર 70 વર્ષની આયુ વટાવ્યા બાદ લગ્ન ગ્રંથિથી જોડાયા.તું દાદા દાદી ના લગ્નમાં દીકરા દીકરી તો ખરા પણ પૌત્રો એ પણ મન મૂકીને મજા માણી.

આ પણ વાંચો:લિંબાયતમાં 1997માં 4 દુકાનમાં લૂંટ કરનાર આરોપી ઝડપાયો, 10 વર્ષ સુધી આરોપી…

આ પણ વાંચો:2016થી 2023 સુધીમાં સીટી બસ અને BRTS બસના અકસ્માતમાં 86 લોકોના મોત

આ પણ વાંચો:મુક્તિ ધામ કે નશાનું ધામ? ડાઘુઓ પણ આ દ્રશ્યો જોઈને ડઘાઈ ગયા

આ પણ વાંચો:લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં છવાયો માતમ

આ પણ વાંચો:સંતરામપુર પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલને એ.સી.બી.ટીમે રૂ.૭૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો