અકસ્માત/ વલસાડમાં ગમખ્વાર અકસ્માત કાર ટેમ્પો સાથે અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે મોત એકની હાલત ગંભીર

ધરમપુર ચોકડી પાસે વાપી તરફથી સુરત જતી કારના ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર કુદાવી મુંબઇ તરફ જતા 2 ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat
VALSAD વલસાડમાં ગમખ્વાર અકસ્માત કાર ટેમ્પો સાથે અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે મોત એકની હાલત ગંભીર

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબ વધી રહ્યા છે ,ગુજરાતમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકી રહ્યા છે જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાય છે જેના અતર્ગત અનેક અકસ્માત થઇ રહ્યા છે વલસાડના ધરમપુર ચોકડી પાસે વાપી તરફથી સુરત જતી કારના ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર કુદાવી મુંબઇ તરફ જતા 2 ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં રહેલા 3 પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એકની ગંભીર ઇજાઓને લઇને સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતા. વલસાડ ધરમપુર ચોકડી ખાત સુરત તરફ જતી GJ 05 CD 5750 ના ચાલકે વાપી તરફથી નવસારી જતા ટ્રેક ધરમપુર ચોકડી પાસે કારના ચાલકે કાબુ ગુમાવતા મુંબઇ તરફ જતા ટ્રેક પર દોડી રહેલા 2 ટેમ્પો સાથે અથડાઇ હતી.

અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા 2 યાત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ 108 ની ટીમ અને વલસાડ સીસી પોલીસની ટીમને થતા તત્કાલ ઘટના સ્થળે પહોંચી આગથની તપાસ આદરી હતી.

અકસ્માતમાં કારમાં બેઠેલા એક વ્યક્તિને ગંભીર રીતે ઇજાગ્રસ્તને 108ની મદદથી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કડુસલો વળી ગયો હતો. કારમાં સવાર ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવા માટે સળીયા દ્વારા દરવાજો તોડીને કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.