Not Set/ અમદાવાદ નિત્યાનંદ આશ્રમ/ ગુમસુદા લોપામુદ્રાનો વધુ એક વિડીયો સામે આવ્યો, કોર્ટ સમક્ષ હાજર થવા માટે જાણો શું શરતો મૂકી ?

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ વિવાદમાં જનાર્દન શર્માન મોટી દિકરી લોપામુદ્રાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં પોલીસ તથા કોર્ટને 26 નવેમ્બર પહેલા હાજર થવા માટે પાંચ શરતો મૂકી છે. અમદાવાદના વિવાદિત સ્વામી નિત્યાનંદ આશ્રમની ગુમસુદ યુવતીઓમાંથી મોટી દીકરી લોપામુદ્રાએ વધુ એક વિડીયો અપલોડ કર્યો છે. અને તેણીએ કોર્ટમાં હાજર થવા માટે કેટલીક શરતો મૂકી છે. છેલ્લા […]

Ahmedabad Top Stories Gujarat
લોપા મુદ્રા અમદાવાદ નિત્યાનંદ આશ્રમ/ ગુમસુદા લોપામુદ્રાનો વધુ એક વિડીયો સામે આવ્યો, કોર્ટ સમક્ષ હાજર થવા માટે જાણો શું શરતો મૂકી ?

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ વિવાદમાં જનાર્દન શર્માન મોટી દિકરી લોપામુદ્રાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં પોલીસ તથા કોર્ટને 26 નવેમ્બર પહેલા હાજર થવા માટે પાંચ શરતો મૂકી છે. અમદાવાદના વિવાદિત સ્વામી નિત્યાનંદ આશ્રમની ગુમસુદ યુવતીઓમાંથી મોટી દીકરી લોપામુદ્રાએ વધુ એક વિડીયો અપલોડ કર્યો છે. અને તેણીએ કોર્ટમાં હાજર થવા માટે કેટલીક શરતો મૂકી છે.

છેલ્લા કેટલાંય સમયથી પોતાની લાપતા પુત્રીઓ માટે દર-બદરની ઠોકરો ખાતા ફરતા માતા પિતાએ પોલીસનું શરણ લેતા પોલીસની કાર્યવાહીમાં પણ રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પહેલા વિડીયો કોલમાં પ્રોક્ષી નેટવર્કનો ઉપયોગ પછી, પછી આશ્રમમાંથી કેટલાક ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ અને ફાઈલો મળી આવી છે , તો બીજીબાજુ આશ્રમ સંચાલીકાનો તપાસ માં અસહકાર  જેવા મુદ્દા સામે આવી રહ્યા છે,

તેવામાં વધુ એક ચોકાવનારો વિડીયો લોપા મુદ્રાનો સામે આવ્યો છે. આગામી ૨૬ નવેમ્બરના રોજ તેણીને  પોતાની બહેન સાથે  કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરવામાં અવ્યો છે. ત્યારે તેની એ કેટલીક શરતો ને આધીન કોર્ટમાં હાજર થવા અંગે વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયો માં તેની એ પાંચ શરતો મૂકી છે. જેમાં કોર્ટ સમક્ષ હાજર થવા માટે તત્વપ્રિયા એટલે કે લોપામુદ્રાએ એ પોલીસ સમક્ષ મુકી પાંચ શરતો મૂકી છે. પાંચ શરતો પૂર્ણ થશે ત્યારે જ તે કોર્ટ સમક્ષ હાજર થશે.

તેણીએ પોલીસ-કોર્ટ સંરક્ષણની સાથસાથે તેઓની પોલીસ દ્વારા ધરપકડ નહીં કરવામાં આવે પણ માંગણી કરવામાં આવી છે. સાથે કોર્ટ દ્વારા પણ આ અંગે ની લેખિતમાં મંગની કરતો વિડીયો લોપા મુદ્રાએ અપલોડ કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.