Vadodara/ ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝબ્બે, કોંગ્રેસ પાર્ટી સાથે છે આ સંબંધ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરજણનાં કુરાલી ગામે એક જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભા બાદ નાયબ મુખ્યમંત્રી મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા.

Top Stories Gujarat
db 1 ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝબ્બે, કોંગ્રેસ પાર્ટી સાથે છે આ સંબંધ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરજણનાં કુરાલી ગામે એક જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભા બાદ નાયબ મુખ્યમંત્રી મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંક્યુ હતુ, જે શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો છે.

વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર હવે ઝડપાઇ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર આ શખ્સ શિનોરનો કોંગ્રેસ કાર્યકર રશ્મિન પટેલ છે. જો કે આ મામલે વડોદરા પોલીસનું કહેવુ છે કે, રશ્મીન પટેલે ચપ્પલ ફેંક્યું નથી, ફેંકાવ્યું છે. સમગ્ર મામલે જ્યારે પોલીસની વિવિધ ટીમે શોધખોળ શરૂ કરી હતી ત્યારે રશ્મિન પટેલનો એક ઓડિયો તેમના હથ્થે આવ્યો હતો. જેમા રશ્મિન પટેલ એક અન્ય શખ્સ અમિત પંડ્યા સાથે ફોન પર વાત કહી રહ્યો હતો કે, ચપ્પલ ફેંકવાનું કામ આપણા માણસોએ કરી દીધું છે. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ પણ મળી છે અને બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અમિત પંડ્યા વડોદરાનો રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાનાં કરજણમાં નીતિન પટેલ પ્રચાર અર્થે ગયા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પુરોલી ગામમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા. ત્યારે તેમના પર કોઈએ ચપ્પલ ફેંક્યું હતું. જોકે, તેમને ચપ્પલ વાગ્યું ન હતું. જે બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો. રશ્મિન પટેલ પર કાવતરૂ રચવાની કલમો લગાવવામાં આવશે. કોર્ટમાં હાજર કરીને તેની રિમાન્ડ માંગવામાં આવશે. સુત્રો કહી રહ્યા છે કે, નીતિન પટેલની સભા નિષ્ફળ કરવાનો આ પ્રયાસ હતો.