TRP Game zone/ TRP ગેમ ઝોનના તમામ ડોક્યુમેન્ટ મ્યુનિ. કચેરીમાંથી અડધી રાત્રે કબ્જે કરાયા

રાજકોટના કાલાવાડ રોડ પર TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગે 28 લોકોના જીવ લીધા છે. આ આગ એટલી ભયાનક હતી કે મૃતકોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવી પડી રહી છે.

Top Stories Rajkot Gujarat Trending Breaking News
YouTube Thumbnail 2024 05 27T141510.184 TRP ગેમ ઝોનના તમામ ડોક્યુમેન્ટ મ્યુનિ. કચેરીમાંથી અડધી રાત્રે કબ્જે કરાયા

Rajkot News: રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં શનિવારે ભયાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. આ ઘટના બની પછી એક બાદ એક અનેક ખુલાસો થયા છે. ત્યારે આવામાં રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર આગની ઘટના દિવસે જ ગેમિંગ ઝોનના તમામ ડોક્યુમેન્ટ કબજે કર્યા હતા. તમને જાણવી દઈએ કે, વર્ષ 2021થી લઈને આત્યંર સુધીના તમામ ફાઇલ સહિત દસ્તાવેજોને સીટે કબજે કર્યા છે. અડધી રાતે માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ કચેરી ખોલાવીને પોલીસે દસ્તાવેજ કબજે કર્યા હતા દસ્તાવેજમાં રહેલ તમામ નોંધ સહિત સહી કરનારા અધિકારીઓના ઘરે પણ તપાસ કરવામાં આવશે.

મહત્વનું છે કે, રાજકોટ ગેમિંગ ઝોનના કરુણાંતિકાના મુદ્દે હાઇકોર્ટે તંત્રને વેધક સવાલો કર્યા છે. આ કેસની સુનાવણી કરતાં હાઇકોર્ટે જણાવ્યું છે કે રાજ્યની મશીનરી પર ભરોસો રહ્યો નથી. રાજકોટ ગેમિંગ ઝોન તે અકસ્માત નથી પણ માનવસર્જિત દુર્ઘટના છે. તેની સાથે તેણે રાજયમાં મંજૂરી વગર ધમધમતા ગેમિંગ ઝોન અંગે જણાવ્યું હતું કે રાજ્યભરના મંજૂરી વગરના ગેમિંગ ઝોન બંધ થવા જોઈએ.

હાઇકોર્ટે રાજકોટ મનપાને વેધક સવાલ કર્યા છે કે રહેણાક વિસ્તારમાં મંજૂરી વગર આ ગેમિંગ ઝોન ચાલતો હતો તો તેણે કેમ પગલાં ન લીધા. નાગરિકનો જરા પણ વેરો બાકી હોય તો નોટિસ ફટકારવામાં પાછીપાની તંત્ર કરતું નથી, જ્યારે આટલો મોટો ગેમિંગ ઝોન રહેણાક વિસ્તારમાં બની કેવી રીતે બની ગયો, જ્યારે વાસ્તવમાં રહેણાક વિસ્તારમાં આ પ્રકારનો ઝોન હોવો જ ન જોઈએ. ચાર-ચાર વર્ષથી આ ગેમિંગ ઝોન ચાલતો રહ્યો તો રાજકોટ મનપાની નીંદર કેમ ન ઉડી. રાજકોટ મનપાએ આ રીતે ગેરકાયદેસર રીતે ચાલતા ગેમિંગ ઝોન સામે કેમ આંખ આડા કાન કર્યા તેમ પૂછ્યું હતું.

હાઇકોર્ટનો સવાલ એ હતો કે આ 33 નિર્દોષોના મોતની જવાબદારી કોણ લેશે. ગેરકાયદેસર રીતે ગેમિંગ ઝોન બનાવનાર સામે કોઈપણ પ્રકારના પગલાં કેમ ન  લેવાયા.  આ કેસમાં આરોપીઓની મિલકત ટાંચમાં લેવાની રજૂઆત કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલા વળતરમાં પણ વધારો કરવાની માંગ છે. આરોપીઓની મિલકતો વેચીને પણ લોકોને વળતર આપવામાં આવે તેવી માગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હાઇકોર્ટે ધોકો પછાડ્યોઃ મંજૂરી વગરના ગેમિંગ ઝોન બંધ થાય

આ પણ વાંચો:શાસક પક્ષ માટે પ્રજાનું જીવન ‘ગેમ’ જ છેઃ શક્તિસિંહ ગોહિલ

આ પણ વાંચો:ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો:TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ