#​​Ahmedabad/ અમદાવાદમાં બનશે આઇકોનિક રોડ, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો ભવ્ય માર્ગ બનશે

અમાદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ અને ત્યાંથી બ્રિજ સુધીનો રસ્તો પીપીપી મોડેલ પર વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ પર ધરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 08T172426.556 અમદાવાદમાં બનશે આઇકોનિક રોડ, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો ભવ્ય માર્ગ બનશે

અમદાવાદઃ અમાદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ અને ત્યાંથી બ્રિજ સુધીનો રસ્તો પીપીપી મોડેલ પર વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ પર ધરવામાં આવ્યો છે. તેમા પીપીપી ધોરણે સૌપ્રથમ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવશે.

સગવડો

આ આઇકોનિક રોડના ડેવલપમેન્ટમાં મેઇન રોડ, સર્વિસ રોડ, ગ્રીન સાથે મલ્ટી ફંકશન ઝોન, ફૂટપાથ પાર્કિંગ, લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલપ્ચર, હોર્ડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે. આ આઇકોનિક રોડ પર રસ્તાનું કામ મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ, મલ્ટી ફંકશનલ ઝોન, સેન્ટ્રલ વર્જ વગેરે વિકસાવવાનું કામ આર.કે. સી ઇન્ફ્રા. બિલ્ટ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે.

મનોરંજન પ્રવૃત્તિઓ

અહીં ફક્ત રોડ જ નહીં વિકસે, સમગ્ર વિસ્તારનું ડેવલપમેન્ટ થશે. મનોરંજનની પ્રવૃત્તિ માટેના વિસ્તારનો વિકાસ, કિઓસ્ક, બસ સ્ટેન્ડ, બોલાર્ડ, કેટલ ટ્રેપ ગેન્ટ્રી, સેલ્ફી પોઇન્ટ, હાઉસ કીપિંગ, સ્ટ્રીટ લાઇટિંગ, એલઇડી લાઇટ સહિતની કામગીરી કરવામાં આવશે. તેની જાળવણીનો ખર્ચો 15 વર્ષ સુધી સંલગ્ન કંપની ઉઠાવશે.

ફેરફાર

આ આઇકોનિક રોડ ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો મુખ્ય માર્ગ છે. એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઇપી અવર-જવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે વિકસાવાઈ રહ્યો છે. આ રોડને વિકસાવવા માટે રસ્તાની આસપાસના વિવિધ સ્ટ્રકચર્સને દૂર કરવામાં વ્યા હતા. તેમા 86 કોમર્સિયલ સ્ટ્રક્ચર, 112 રહેણાક, 13 મંદિર એમ કુલ 211 જેટલા સ્ટ્રકચર્સને દૂર કરવામાં આવ્યા છે.

સુશોભન

પીપીપી મોડેલ હેઠળ સુશોભિત લાઇટ, સેન્ટ્રલ વર્જની ગ્રીલ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, ટોપોગ્રાફી, વોટર ફાઉન્ટેન, વોટર બોડી, વોટર ફોલ, ટપક સિંચાઈ સહિતની સગવડો ઉપરાંત મલ્ટિ ફંકશનલ ઝોન, સેન્ટ્રલ વર્જ તથા ટ્રાફિક આયરલેન્ડ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: