ભાજપથી નારાજ લોકો દ્વારા નેતાઓને ભગાડવામાં આવ્યા બાદ હવે ભાજપનાં નેતાઓથી નારાજ થયેલા ઈન્સ્પેક્ટરે સભામાં રાજીનામું આપી દીધું છે. આ ઘટના મેરઠમાં બની હતી. રવિવારે, વન નિરીક્ષક અજીત ભડાનાએ હસ્તિનાપુરથી SP-RLD ગઠબંધનનાં ઉમેદવાર યોગેશ વર્માની બેઠકમાં ભાજપનાં નેતાઓ પર આરોપ લગાવતા રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો – Budget 2022 Live Updates / LICનો IPO ટૂંક સમયમાં આવશે અને જરૂરી કાર્યવાહી સરળતાથી ચાલી રહી છે
ઉત્તર પ્રદેશનાં પોલીસ ઈન્સ્પેક્ટર અજીત ભડાનાએ ભાજપ ધારાસભ્ય અને ભાજપ નેતાઓ પર મોટા આરોપ લગાવતા રાજીનામું આપી દીધું છે. આ પછી અજીત ભડાના સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. બુલંદશહેરનાં વન વિભાગમાં તૈનાત નિરીક્ષક અજીત ભડાનાએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ કાર્યકર્તાઓ ચૂંટણીમાં વોટ મેળવવા માટે તેમને સતત હેરાન કરી રહ્યા છે. ફોરેસ્ટ ઈન્સ્પેક્ટરે ભાજપનાં ધારાસભ્ય સંગીત સોમ અને રાજ્ય મંત્રી દિનેશ ખટીક પર પણ ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ફોરેસ્ટ ઈન્સ્પેક્ટરે તો ત્યાં સુધી કહ્યું કે, ભાજપનાં લોકો મારું લોહી ચૂસી રહ્યા છે અને નોકરી આપવાને બદલે નોકરી લઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીનાં રાજકીય ગરમાવા વચ્ચે આ સમાચાર મેરઠનાં હસ્તિનાપુરથી સામે આવ્યા છે. આ સમાચારે ભાજપનાં ઘણા મોટા નેતાઓને ભીંસમાં લીધા છે. અજીત ભડાના, વન નિરીક્ષક એટલા નારાજ હતા કે તેમણે રાજીનામું આપી દીધું. અજિત ભડાનાએ કહ્યું કે, “તેમણે ભાજપ કાર્યકર્તાઓથી કંટાળીને પોલીસની નોકરી છોડી દીધી છે અને SP માં જોડાયા છે. આ બધું SP-RLD ગઠબંધનનાં ઉમેદવાર યોગેશ વર્માની હાજરીમાં થયું હતુ. મીડિયા સાથે વાત કરતા વન વિભાગનાં નિરીક્ષકે જણાવ્યું કે, તેઓ 1984થી યુપી પોલીસમાં છે. તેમની નોકરીમાં માત્ર 2 વર્ષ બાકી હતા. પરંતુ તે પહેલા તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો – Changes From 1st February / આજથી બેંક અને સિલિન્ડર સહિત અનેક નિયમોમાં થશે ફેરફાર,જાણો વિગત
મેરઠમાં એક ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ મીટિંગમાં બોલતા અજીત ભડાનાએ કહ્યું કે, ચૂંટણીનાં સંદર્ભમાં કેટલીકવાર ભાજપ ધારાસભ્ય સંગીત સોમના શિષ્યો અને હસ્તિનાપુરનાં રાજ્યકક્ષાનાં મંત્રી દિનેશ ખટીક તેમને ફોન કરીને ધમકીઓ આપે છે. તેઓ પૂછે છે કે આ ચૂંટણીમાં તમે કોને મત આપી રહ્યા છો. બેઠકમાં વન નિરીક્ષકે ભાજપનાં નેતાઓ પર હેરાનગતિનો આરોપ લગાવીને SP માં જોડાવાની જાહેરાત કરી છે. ઈન્સ્પેક્ટર અજીત ભડાનાએ કહ્યું કે, અમે સમાજનાં હિત માટે રાજીનામું આપી રહ્યાં છીએ. આ ભાજપ લોકોએ મારું લોહી પીધું છે. ગઈકાલે અશોક જીનો ફોન આવ્યો. કહ્યું તમે ક્યાં છો. મેં કહ્યું હું ફરજ પર છું. તમે કોને મત આપો છો? મેં કહ્યું કે તમારા ધારાસભ્ય અમને અને અમારા સમાજને ગાળો આપે છે, તો પછી અમે શા માટે મત આપીએ? સંગીત સોમના શિષ્યો બોલાવે છે. તેઓ કહે છે કે તેઓ કેમ નથી આવતા? દિનેશ ખટીકનાં શિષ્યો ફોન કરે છે. હવે નામ લેવાનું સારું નથી, કારણ કે આપણા સમાજમાં પુરુષો છે. તો ભાઈઓ, હું મારું રાજીનામું આપી રહ્યો છું.