WorldCup2023/ ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી આપી કરારી હાર ,કોહલી અને રાહુલની શાનદાર બેટિંગ

ઓસ્ટ્રેલિયાએ 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતે 4 વિકેટના નુકસાને 41.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો

Top Stories Sports
6 4 ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી આપી કરારી હાર ,કોહલી અને રાહુલની શાનદાર બેટિંગ

ICC ODI વર્લ્ડ કપ 2023માં ભારતે વિજયી શરૂઆત કરી છે. ભારતે રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે જીત નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતે 4 વિકેટના નુકસાને 41.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ભારતે માત્ર 2 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશનને મિચેલ સ્ટાર્કે પહેલી જ ઓવરમાં આઉટ કર્યો હતો. જોશ હેઝલવુડે બીજી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરને ફસાવ્યા હતા. ત્રણેય ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા

ઈશાન કિશનને મિચેલ સ્ટાર્કે પહેલી જ ઓવરમાં આઉટ કર્યો હતો. જોશ હેઝલવુડે બીજી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરને ફસાવ્યા હતા. ત્રણેય ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. આવી સ્થિતિમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે નેતૃત્વ સંભાળ્યું અને ભારતની ડૂબતી ઇનિંગ્સને આગળ ધપાવી. બંનેએ ચોથી વિકેટ માટે 165 રનની મજબૂત ભાગીદારી કરી હતી. કોહલી 38મી ઓવરમાં હેઝલવુડનો શિકાર બન્યો હતો. તેણે 116 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 85 રનની ઇનિંગ રમી હતી. રાહુલ 115 બોલમાં 97 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ 8 બોલમાં અણનમ 11 રન બનાવ્યા હતા. રાહુલ અને પંડ્યાએ પાંચમી વિકેટ માટે 34 રનની અતૂટ ભાગીદારી કરી હતી.