Not Set/ રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ મચાવ્યો છે હાહાકાર,પાટણમાં વધુ બે લોકોને સ્વાઇન ફ્લૂની અસર

પાટણ, રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે, રોજે રોજ સ્વાઇન ફ્લૂના ઘણા બધા કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાઇ છે. ત્યારે પાટણમાં વઘુ બે લોકો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે. જેથી તેમને વધુ સારવાર માટે મહેસાણા અને ધારાપુરમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. જેમાં એક મહિલા અને એક પૂરૂષનો સમાવેશ થાય છે. એક દર્દીને […]

Top Stories Gujarat Others
Swine Flu રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ મચાવ્યો છે હાહાકાર,પાટણમાં વધુ બે લોકોને સ્વાઇન ફ્લૂની અસર

પાટણ,

રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે, રોજે રોજ સ્વાઇન ફ્લૂના ઘણા બધા કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાઇ છે. ત્યારે પાટણમાં વઘુ બે લોકો સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે. જેથી તેમને વધુ સારવાર માટે મહેસાણા અને ધારાપુરમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. જેમાં એક મહિલા અને એક પૂરૂષનો સમાવેશ થાય છે. એક દર્દીને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે.

તો બીજીબાજુ અમરેલીમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે જ્યાં  એક માસમાં 29 કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જિલ્લામાં ચાર દિવસમાં સાત પોઝિટિેવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ લાઠી, સાવરકુંડલા અને અમરેલીમાં નોંધાય છે. સ્વાઇન ફ્લૂનો ભોગ બનનારને હાલ તો અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.

તો સૌરાષ્ટ્ર જીલ્લામાં છેલ્લા 38 દિવસની વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂના 155 થી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં 26 લોકોનાં મોત થયા છે. હાલ સ્વાઇફ ફ્લૂના 47 જેટલા દર્દીઓ રાજકોટમાં સારવાર લઈ રહ્યા છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

તેવામાં હવે લોકોની માંગ ઉઠવા પામી છે કે તંત્ર દ્વારા કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવે અને સ્વચ્છતાને લઇને ચૌક્કસ કામગીરી કરવામાં આવે.

H1N1 ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી થતી ફ્લુ જેવી જ બીમારી છે જે હવે સીઝનલ ફ્લુ છે. સાદા ફ્લુની જેમ જ ખાંસી કે છીંક આવવાથી એક માણસથી બીજા માણસમાં ફેલાય છે અથવા તો H1N1વાઈરસથી ઈન્ફેકટેડ એટલે કે સંક્રમિત વસ્તુને અડકવાથી અને પછી તે હાથ મોં કે નાક ને અડકવાથી ફેલાય છે.