Not Set/ મહિને 1લાખનો પગાર ધરાવતા આ IAS લગ્નમાં કરશે માત્ર 18,000નો ખર્ચ

આજકાલ ચાલી રહેલી લગ્ન સીઝનમાં તમે જોયું હશે કે લોકો લાખો રૂપિયા ખર્ચી દેખાડો કરતા હોય છે.આવા સમયએ એક IAS અધિકારી પોતાના દીકરાના લગ્નમાં માત્ર 18 હજાર રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યાં છે. આંધ્ર પ્રદેશના બસંત કુમાર નામના આધિકારીએ પોતાના ખુદના લગ્નમાં માત્ર 2,500 રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને હવે આ પરંપરા જાળવી તેમણે પોતાના […]

Top Stories India
qqp મહિને 1લાખનો પગાર ધરાવતા આ IAS લગ્નમાં કરશે માત્ર 18,000નો ખર્ચ

આજકાલ ચાલી રહેલી લગ્ન સીઝનમાં તમે જોયું હશે કે લોકો લાખો રૂપિયા ખર્ચી દેખાડો કરતા હોય છે.આવા સમયએ એક IAS અધિકારી પોતાના દીકરાના લગ્નમાં માત્ર 18 હજાર રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યાં છે.

આંધ્ર પ્રદેશના બસંત કુમાર નામના આધિકારીએ પોતાના ખુદના લગ્નમાં માત્ર 2,500 રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને હવે આ પરંપરા જાળવી તેમણે પોતાના દીકરાના માત્ર 18 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આપણા દેશમાં સનદી અધિકારીઓનો પગાર સારો હોય છે અને જે અધિકારીઓ કરપશન કરે છે એ તો કરોડોમાં આળોટે છે.તેઓ ઈચ્છે તેટલી ધામધૂમથી પોતાના બાળકોના લગ્ન કરી શકે. પરંતુ  મહિને 1 લાખ રૂપિયાનો પગાર ધરાવતા બસંત કુમાર પટનાલા તેમના દીકરાના 10 ફેબ્રુઆરીએ થનાર લગ્નમાં જરૂર પૂરતો જ ખર્ચ કરશે.

બસંત કુમારનો દીકરોદીકરો અભિનવ બેંક મેનેજર છે, જ્યારે કે વહુ લાવણ્યા ડૉક્ટર છે.બસત કુમાર કહે છે કે અમે જે પંથને માનીએ છીએ તે રાધાસ્વામી પંથ છે. તેમાં દીકરાના લગ્નમાં 18 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ ન કરી શકીએ. અમે સાદગીમાં માનીએ છીએ. વર-વધૂ બંને પરિવારો 18 હજાર રૂપિયાનો ખર્ચ કરશે જેમાં મહેમાનોનું બપોરનું ભોજન સામેલ છે. બંને પક્ષ ભેગા કરીએ તો 100થી વધુ મહેમાનો નહીં હોય. ખાવા-પીવાની વાત કરીએ તો એક પ્લેટ માત્ર રૂ.15થી 20ની વચ્ચેની હશે. અને પૂજારીને 1 હજાર રૂપિયા આપીશું.

બસંત કુમારને વર્ષ 2012માં આઈએએસ કેડરનું પ્રમોશન મળ્યું હતું. તેઓ અગાઉ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અને ગર્વનર નરસિમ્હનના જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેઓ વિશાખાપટ્ટનમ મેટ્રોપોલિટન રીજન ડેવલોપમેન્ટ ઓથોરિટીના કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે 2017માં પોતાની દીકરીના લગ્ન પણ આ અધિકારીએ ખૂબ સાદગીથી કર્યા હતા. તેમણે આ લગ્નમાં માત્ર રૂ.16,100નો ખર્ચ કર્યો હતો.