Mansarailwayline/ માણસા-વિજાપુર લાઇનને બ્રોડગેજ બનાવવા 266 કરોડનું ટેન્ડર મંજૂર

માણસાના એક સમયના જાણીતા મકાખાડ સ્ટેશનની નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તીત કરવા માટે 266 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેના પગલે માણસાનું સ્ટેશન પહેલાની જેમ ધમધમતુ થઈ જશે

Top Stories Gujarat
Manasa માણસા-વિજાપુર લાઇનને બ્રોડગેજ બનાવવા 266 કરોડનું ટેન્ડર મંજૂર
  • માણસા-વિજાપુર રેલવે લાઇન 40 કિ.મી.ની છે
  • ગાયકવાડ શાસને માણસા-વિજાપુર રેલવે લાઇન શરૂ કરી હતી
  • નેરોગેજને બ્રોડગેજ બનાવવાનું કામકાજ બે વર્ષમાં પૂરું કરવામાં આવશે

Manasa Railwayline:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રનું સુકાન સંભાળ્યા પછી કહેવત છે કે ભૂવો ભલે ગમે તેમ ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે તેમ ગુજરાતના એક પછી એક પડતર પ્રશ્નો અને વિકાસકાર્યો હાથ લેવા માંડ્યા છે. તેના જ ભાગરૂપે માણસાના એક સમયના જાણીતા મકાખાડ સ્ટેશનની નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તીત કરવા માટે 266 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેના પગલે માણસાનું સ્ટેશન પહેલાની જેમ ધમધમતુ થઈ જશે. એક સમય હતો જ્યારે માણસા વિજાપુરની 40 કિ.મી.ની લાઇન ધમધમતી હતી. પણ પછી આ રેલવે લાઇન વિકસાવવામાં ન આવતા અને બીજા વિકલ્પો ખૂલતા આ રેલવે લાઇન નિષ્ક્રીય થઈ ગઈ હતી. હવે તેને ફરીથી સક્રિય કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

રેલવેએ બહાર પાડેલા ટેન્ડર મુજબ આ 40 કિ.મી.નું નેટવર્કનું 266 કરોડનું કામ છે. તેના હેઠળ નેરોગેજમાંથી બ્રોડગેજ કન્વર્ટ કરાશે. આ કામ લેનારી એજન્સીએ કામ લીધાના 22 મહિનામાં કામ પૂરું કરવું પડશે. આમ લોકોએ હજી ત્રણેક વર્ષ રાહ જોવી પડશે તેમ મનાય છે. આ લાઇનને પછી સીધી ગાંધીનગર સાથે જોડવામાં આવે તો પણ આશ્ચર્ય નહી થાય. કદાચ તે ભાવિ આયોજન પણ હોઈ શકે.

આ પણ વાંચોઃ પોલીસ વર્તુળોમાં પૂછાતો પ્રશ્નઃ આશિષ ભાટિયા પછી નવા ડીજીપી કોણ

માણસાના ભાજપાના અગ્રણી અને સેવાનુરાગી દિનેશભાઇ વ્યાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માણસાના વતની અને ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ તેમજ સંસદ સભ્ય મહેસાણા શારદાબેન પટેલને માણસાManasa Railwayline તાલુકાના સર્વાંગી વિકાસને ઘ્યાનમાં રાખીને રજૂઆત કરી હતી. વડાપ્રઘાનની સીઘી દેખરેખ હેઠળ મોટી આદરજ થી વાયા મકાખાડ વિજાપુરની અંદાજે 40 કી.મીની રેલ્વે લાઈનને રૂ.266 કરોડના ખર્ચે બ્રોડગેજ માં રૂપાંતરિત કરવાના ટેન્ડર Manasa Railwayline બહાર પડી ચુક્યાં છે. આ કામની એજન્સી નક્કી થતાં બાવીસ મહીનાની અંદર આ કામ પુર્ણ થવા સાથે માણસા તાલુકાને રેલ્વેનો લાભ મળતો થઈ શકશે.

આ પણ વાંચોઃ બોલ્સોનારોને અમેરિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

વર્ષો પહેલા માણસાનું મકાખાડ રેલવે સ્ટેશન માણસા વિસ્તારનું વાહન વ્યવહાર માટે મુખ્ય મથક ગણાતું હતું અને આ રેલવે સ્ટેશનની જે તે સમયમાં ખૂબ જ જાહોજલાલી હતી. વેપારી વર્ગનો મોટાભાગનો માલ સામાન આ રેલ્વે સ્ટેશન પર ઉતરતો હતો. મુસાફરોને પણ આ રેલ્વે સ્ટેશનથી દૂરની મુસાફરી માટે સગવડ મળી રહેતી હતી. પરંતુ આ રેલવે સ્ટેશન કાળક્રમે બંધ થયું.

આ પણ વાંચોઃ Twitterમાં થશે આ મોટા ફેરફાર, આ શાનદાર ફિચર મળશે, જાણો

પ્રાપ્ત માહિતી મુજબ ગાયકવાડ સરકાર વખતે મોટી આદરજ મકાખાડ વિજાપુર રેલવે લાઇન ચાલુ હતી. જ્યારે માણસા ગાંધીનગરનો રોડ થયો ન હોતો, ત્યાંસુધી માણસાની અવર જવર અને ઘંધા રોજગારનો સમગ્ર વ્યવહાર મકાખાડ રેલ્વે સ્ટેશનેથી થતો હતો. કાળક્રમે અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી થતાં ઘીરે ઘીરે આ રેલ્વે લાઈન બંધ પડી, જે વાતને વર્ષો થઈ ગયા. જેના કારણે માણસા તાલુકાનો વિકાસ જોઈએ તેવો થયો નહિ.

આ પણ વાંચોઃ

રાજયને સિવિલ કોડ સમિતિ બનાવવાનો અધિકાર, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

 PMના કાર્યક્રમમાં એન્ટ્રી ન મળતા NRI ગુસ્સે ભરાયા,લંડનના ડેપ્યુટી મેયરને પણ હોલમાં જતા રોકાયા,

હાડ થીજવતી ઠંડી વચ્ચે દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી આ ચેતવણી