નિર્ણય/ યોગી સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને રાખ્યું આ નામ..

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલી નાખ્યું છે. હવે આ રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન તરીકે ઓળખાશે

Top Stories India
4 21 યોગી સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને રાખ્યું આ નામ..

યોગી સરકાર પોતાના નિર્ણયોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. કોઇને કોઇ રીતે વોટબેંક મજબૂત કરવા માટે અનેક પ્રયત્ન કરે છે. હવે ફરી એકવાર યોગી સરકાર ઝાંસી રેલવે સ્ટેશનને લઇને ચર્ચામાં આવી ગઇ છે. ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને યોગી સરકારે વીરાંગના લક્ષ્મીબાઇ રેલવે સ્ટેશન કરવામાં આવ્યુ છે.

જી હા, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલી નાખ્યું છે. હવે આ રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન તરીકે ઓળખાશે.

અંગ્રેજો સામે બળવો કરનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 18 જૂન, 1858ના રોજ ગ્વાલિયરમાં બ્રિટિશ સેના સાથેની લડાઈમાં શહીદ થઈ હતી. હવે તેમની યાદમાં યોગી સરકારે સ્ટેશનનું નામ તેમના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.