uttarpradesh news/ રાજસ્થાનમાં કાર સળગ્યા બાદ લોક થઈ જતા એક જ પરિવારના સાતનાં મોત

મોબાઈલ ફોનના સીમકાર્ડથી પરિવારની ઓળખ થઈ શકી

Top Stories India
Beginners guide to 2024 04 15T163759.958 રાજસ્થાનમાં કાર સળગ્યા બાદ લોક થઈ જતા એક જ પરિવારના સાતનાં મોત

Uttarpradesh News : રાજસ્થાનમાં એક દર્દનાક ઘટનામાં એક જ પરિવારના સાત જણાના કાર દુર્ઘટનામાં સળગી જવાથી મોત નીપજ્યા હતા. મૃતકોમાં બે માસુમ બાળકો પણ હતા. આ પરિવાર રાજસ્થાનમાં તીર્થયાત્રાએ નીકળ્યો હતો. આઠ વર્ષ પહેલા તેમણે જીણ માતાના દર્શનની માનતા માની હતી. દર્શન કરીને તેઓ પરત આવતા હતા ત્યારે  ઘટના બની હતી. બનાવ એટલો ગંભીર હતો કે નજરે જોનાર પણ તેમને બચાવી શક્યો ન હતો. અડધા સળગેલા મોબાઈલતી તેમની ઓળખ થઈ શકી હતી. જેને આધારે તેમના અન્ય સંબંધીઓનો સંપર્ક કરતા ખબર પડી કે તેઓ મેરઠના પૂર્વ વિધાનસભ્ય સત્યપ્રકાશ અગ્રવાલના પરિવારજનો છે.

સત્યપ્રકાશ અગ્રવાલના સાળા મહેશ બંદલનો પરિવાર બ્રહ્મપુરીમાં રહે છે. તેમના પરિવારમાં હાર્દિંક બિંદલ, પત્ની સ્વાતી, પુત્રી સિદીક્ષા, નિતીશા અને માતા મંજુનો સમાવેશ થાય છે. સીકરમાં દર્શન કરી ત્યાં લગ્નના ગઠજોડાની વિધી પુરી કરવાની હતી. તેમની સાથે તેઓ માધવપુરમાં રહેતી માસી નીલમ અને તેમના દિકરા આશુતોષને પણ સાથે લઈ ગયા હતા. તમામ લોકો સેન્ટ્રો કારમાં નીકળ્યા હતા.

દર્શન કરીને તેઓ રવિવારે સાલાસર બાલાજીના દર્શન કરવા જતા હતા. જેમાં બપોરે ભતેપુર કોતલવાલી વિસ્તારમાં આશીર્વાદ પૂલ પાસે તેમની કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી. ટ્રકમાં રૂ ભરેલુ હતું. ટક્કરને કારણે ટ્રક અને કાર બન્ને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા.

દરમિયાન બનાવને નજરે જોનાર રામનિવાસ સૈની ત્યાંતી પસાર થતો હતો. તેણે કારમાં ફસાયેલા લોકોને બૂમો પાડતા જોયા. તે દોડીને કાર પાસે ગયો પણ કાર આગમાં લપેટાઈ ગઈ હતી. દર બેઠેલા મદદ માટે બૂમો પાડતા હતા પણ કારનું લોક બંધ થઈ ગયું હતું.  ડેકીમાં ગેસ કીટને કારણે ઝડપથી આગ પ્રસરી ગઈ હતી. જેને કારણે રામનિવાસ કંઈ મદદ કરી ન શક્યો. જેમાં કારમાં બેઠેલા તમામ સાત જણા જીવતા ભુંજાઈ ગયા હતા. કારની નંબર પ્લેટ પણ સળગી ગઈ હતી. મૃકોની ઓળખ થઈ શકે તેમ ન હતી. અંતે કારમાંથી એક અડધો બળેલો મોબાઈલ મળી આવ્યો હતો. જેનું સીમ સુરક્ષિત હતું. પોલીસે આ ફોનથી ફોન લગાવતા સામે દિલ્હીમાં બેઠેલી ક મહિલાએ ફન ઉપાડ્યો. બાદમાં આ માહિતી મેરઠ સુધી પહોંચી. બનાવને પગલે બન્ને પરિવારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે આ માગ ફગાવી

આ પણ વાંચો:જે પણ સંવિધાન બદલવાની કોશિષ કરશે, જનતા તેની આંખ કાઢી લેશે

આ પણ વાંચો:રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ, તમિલનાડુમાં ઉતરતાની સાથે જ અધિકારીઓ પહોંચ્યા

આ પણ વાંચો:કે. કવિતાને કોર્ટમાંથી મોટો ફટકો, CBIની માંગણી સ્વીકારી, જ્યુડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી