Constitution Of India/ જે પણ સંવિધાન બદલવાની કોશિષ કરશે, જનતા તેની આંખ કાઢી લેશે

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનો બીજેપી પર હૂમલો

Top Stories India
Beginners guide to 2024 04 15T142546.501 જે પણ સંવિધાન બદલવાની કોશિષ કરશે, જનતા તેની આંખ કાઢી લેશે

Bihar News ; આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદે બીજેપીને ધ્યાનમાં લઈને કહ્યું હતું કે બીજેપી 400 પારની વાત ગભરાટ સાથે કરે છે. તેમના નેતા જાહેરમાં બોલી રહ્યા છે કે અમે સંવિધાનને બદલી નાંખીશું.

લાલુ પ્રસાદે પોતાના નિવેદનમાં કહ્યું કે બીજેપીના નેતા કહી રહ્યા છે કે સરકારને 400થી વધુ સીટ એટલા માટે જોઈએ છે જેથી સંવિધાનમાં બદલાવ લાવી શકાય. ઉત્તર કન્નડના બીજેપાના સાંસદ અનંત હેગડેએ કહ્યું કે જો 400 પ્લસ સીટ મળી તો તેમની પાર્ટી સંવુધાન બદલી નાંખશે. જોકે બીજેપી અધિકારિક રીતે પણ આ દાવાને ખારીજ કરી ચુકી છે. તેમનું કહેવું છે કે કોઈપણ હાલતમાં સંવિધાનમાં બદલાવ નહી થાય.

રાજદ પ્રમુખ લાલુ યાદવે કહ્યું કે આ સંવિધાન બાબાસાહેબ આંબેડકર દ્રારા બનાવવામાં આવ્યું છે. જે પણ સંવિધાન બદલવાની કોશિષ કરશે દેશની દલિત, પછાત અને ગરીબ જનતા તેમની આંખ કાઢી લેશે.

દેશની જનતા તેમને માફ નહી કરે, તેઓ તાનાશાહી લાવવા માંગે છે. સંવિધાનને બદલાનો અર્થ લોકતંત્રને બદલવું. બીજેપી અને નરેન્દ્ર મોદીએ યાદ રાખવું જોઈએ કે પહેલા મોહન ભાગવતે રિઝર્વેશનની સમીક્ષા કરવાની વાત કરી હતી અને દેશની જનતાએ તેમની આ ઈચ્છાને જવાબ આપ્યો હતો.

બીજીતરH બિહારના ઉપમુખ્યમંત્રી અને રાજદના નેતા તેજસ્વી યાદવે પોતાના પિતાના સમર્થનમાં કહ્યું કે રાજદના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના નાતે લાલુપ્રસાદ તેમની જવાબદારી બરાબર રીતે નિભાવે છે. ભાજપના ઘણાં નેતા સંવિધાનને બદલવાની વાત કરે છે અને વડાપ્રધાન ચુપ છે. તેનો મતલબ તેમની સંમત્તિ છે. જો સંમત્તિ ન હોત તો તેમની પર કાર્યવાહી કેમ નખી કરતા.

થોડા દિવસ પહેલા કર્ણાટકની ઉત્તર કન્નડ સીટથી બીજેપીના સાસંદ અનંત હેગડેએ એક નિવેદનમાં કહ્યું હતું કે 400 સીટ મળશે તો તેમની પાર્ટી સંવિધાન બદલી નાખશે. તેના થોડા સમય બાદ રાજસ્થાનની નાગૌર સીટના ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધાનું પણ એક નિવેદન વાયરલ થયું હતું. જેમાં તે એવુ કહેવાની કોશિષ કરે છે કે રાજ્યસભા અને લોકસભા બન્નેમાં બહુમત મળશે તો બીજેપી પાસે સંવિધાનમાં સંશોધન કરવાની તાકાત આવી જશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળમાં એક સપ્તાહના પ્રવાસે, વાયનાડમાં આજે કરશે જનસભા

આ પણ વાંચો:કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશમાં જાહેરસભા અને રેલીમાં કરશે પ્રચાર

આ પણ વાંચો:PM મોદી આજે કેરળ અને તામિલનાડુના પ્રવાસે

આ પણ વાંચો:પરિણીત યુવતી પ્રેમીને મળવા બાંદા પહોંચી, પ્રેમીએ યુવતીને જોતાં જ લગ્ન…