ગુજરાત/ નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા ધસારો…

આ વર્ષે નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા શિક્ષણ બોર્ડને 426 અરજીઓ મળી છે. આ અરજીઓ ગયા વર્ષ કરતા આ વર્ષે અરજીઓની સંખ્યામાં 69નો વધારો થયો છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 04 21T115353.972 નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા ધસારો...

Ahmedabad News: ગુજરાતમાં નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટેની અનેકો અરજીઓ મળી છે. આ વર્ષે નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા શિક્ષણ બોર્ડને 426 અરજીઓ મળી છે. આ અરજીઓ ગયા વર્ષ કરતા આ વર્ષે અરજીઓની સંખ્યામાં 69નો વધારો થયો છે. શિક્ષણ બોર્ડને ગયા વર્ષે નવી શાળા શરૂ કરવા માટે 357 અરજીઓ મળી હતી. જયારે આ વર્ષે શિક્ષણ બોર્ડને નવી શાળાઓ શરૂ કરવા માટે મળેલી અરજીઓમાંથી માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે 241 અરજીઓ આવી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે 185 અરજીઓ આવી છે.

મળતી માહિતી અનુસાર, દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રાજ્યમાં નવી ખાનગી શાળાઓ શરૂ કરવા સંસ્થાઓ પાસેથી અરજીઓ મગાવવામાં આવતી હોય છે. શિક્ષણ બોર્ડ સમક્ષ અરજી આવ્યા બાદ તેને મંજૂર કે નામંજૂર કરવાનો નિર્ણય કારોબારી સમિતિ દ્વારા તપાસ બાદ લેવામાં આવે છે. દર વર્ષે રાજ્યમાં નવી શાળાઓ શરૂ કરવા માટે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે.

આ વર્ષે પણ રાજ્યમાં નવી શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડને 426 અરજીઓ મળી છે. જેમાંથી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા માટે સૌથી વધુ એટલે કે લગભગ 60 ટકા અરજીઓ મળી છે. આ વર્ષે રાજ્યમાં નવી શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓની સંખ્યામાં વધારો થયો છે.

ચાલુ વર્ષમાં 241 માધ્યમિક શાળાઓ અને 185 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી કુલ 426 શાળાઓ શરૂ કરવા અરજીઓ આવી છે જે ગત વર્ષ કરતા વધુ છે. ગત વર્ષે બોર્ડને નવી શાળા શરૂ કરવા માટે 357 અરજીઓ મળી હતી. આમ 69 અરજીઓનો વધારો થયો છે. જો છેલ્લા ચાર વર્ષની અરજીઓની સરખામણી કરીએ તો આ વખતે છેલ્લા ચાર વર્ષની સરખામણીમાં વધુ અરજીઓ આવી છે. અગાઉ 2020 માં, શિક્ષણ બોર્ડને નવી શાળાઓ શરૂ કરવા માટે 592 અરજીઓ મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં વધુ એક પેપર લીક થયા હોવાનો દાવો, યુવરાજ સિંહનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદમાં બાવળા હાઇવે પર હિટ એન્ડ રન, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત

આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી