Thyrocare Techno. Ltd/ એકસમયે ચંપલ ખરીદવાના પૈસા નહોતા, આજે કંપનીની માર્કેટ વેલ્યૂ 3300 કરોડ રૂપિયાથી વધુ

વેલુમણિને સસ્તી કિંમતમાં લેબની સુવિધા ઉપલબ્ધ કરાવવાની હતી. શરૂઆતમાં 2 જ સેમ્પલ આવતા હતા. પરંતુ તેમણે હાર ન માની. ધીમે ધીમે બિઝનેસ મોડલને લોકોથી અલગ……………

Business
Image 61 એકસમયે ચંપલ ખરીદવાના પૈસા નહોતા, આજે કંપનીની માર્કેટ વેલ્યૂ 3300 કરોડ રૂપિયાથી વધુ

New Delhi: થાયરોકેર ટેક્નોલોજી લિમિટેડ દુનિયાની સૌથી મોટી થાઈરોઈડ ટેસ્ટિંગ કંપની છે. આ કંપનીના 950થી વધુ બ્રાન્ડેડ અને 5000થી વધુ નોન-બ્રાન્ડેડ આઉટલેટ્સ છે. કંપનીના ફાઉન્ડર, ચેરમેન અને એમડી એ.વેલુમણિ તમિલનાડુના એક ગરીબ પરિવારથી આવે છે. તેમના પિતા ખેડૂત હતા, તેમન પાસે પોતાની જમીન નહોતી. ગરીબીમાં તેમનું બાળપણ વીત્યું હતું. એટલે સુધી કે તેમની પાસે પહેરવા માટે ચંપલ કે કપડા નહોતા. આજે તેમની કંપનીની માર્કેટ વેલ્યૂ 3300 કરોડ રૂપિયાથી વધુ છે. વિશ્વભરમાં તેમનો કારોબાર ફેલાયો છે.

વેલમણિનો જન્મ કોઈમ્બતુરમાં થયો હતો. ત્રણ ભાઈ-બહેનોના કુટુંબમાં તેમની માતા દૂધ વેચવાનું કામ કરતી હતી. તેમણે શાળકીય શિક્ષણ ગામડામાંથી પૂર્ણ કર્યું. કોલેજ કરવા શહેર જતા રહ્યાં. 19 વર્ષની વયે બી.એસ.સી. પૂરૂ કરી કોઈમ્બતુરમાં દવાની નાની કંપનીમાં કામ કરવા લાગ્યા. અહીં તેમની સેલરી રૂપિયા 150હતી. બાદમાં કંપની બંધ થવાથી વેલુમણિ બેરોજગાર થઈ ગયા હતા.

Dr. A. Velumani.PhD. on X: "Mother and wife. I lost both in just 10 months  gap. Both nurtured me with only love. Want both again at any cost. 😩  https://t.co/D60a5IIH6p" / X

પરંતુ એક રસ્તો બંધ થઈ ગયો તો બીજો આપોઆપ ખુલી ગયો. વેલુમણિ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં આસિસ્ટન્ટની પોસ્ટ માટે એપ્લાય કર્યું. સિલેક્શન થઈ ગયા બાદ તેમણે આગળનું ભણતર પૂર્ણ કર્યું. અને વૈજ્ઞાનિક બન્યા. 14 વર્ષ કામ કર્યા પછી વેલુમણિએ પોતાની કંપની ખોલવાનું વિચાર્યું. સુમતિ વેલુમણિ સાથે લગ્ન કર્યા જે એસબીઆઈમાં કામ કરતી હતી. તેમની કંપનીમાં તેમની પત્ની જ પહેલી કર્મચારી હતી. પોતાના પી.એફ.ના 1 લાખ રૂપિયા વડે પહેલી લેબ મુંબઈમાં ખોલી.

વેલુમણિને સસ્તી કિંમતમાં લેબની સુવિધા ઉપલબ્ધ કરાવવાની હતી. શરૂઆથમાં 2 જ સેમ્પલ આવતા હતા. પરંતુ તેમણે હાર ન માની. ધીમે ધીમે બિઝનેસ મોડલને લોકોથી અલગ બનાવ્યું. આજે કારોબાર આખા દેશમાં પોતાની ઓળખ બનાવી ચુક્યો છે. 2016માં કંપનીને લિસ્ટ કરી હતી. 73 ગણો કંપનીનો આઈપીઓ સબસ્ક્રાઈબ થયો હતો.

Rags to Riches: Success Story Of Arokiaswamy Velumani, Chairman Of  Thyrocare Technologies Limited

હમણાં તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં વેલુમણિએ જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં તેઓ પગાર લેતા ન હતા અને તેમની કમાણીનો દરેક પૈસો કંપનીમાં રોકાણ કરતા હતા. તેમનો પરિવાર સાદગીથી જીવતો હતો. કંપનીનો નફો વધ્યા પછી પણ સ્થિતિ એવી જ રહી. તે કહે છે કે, ‘શરૂઆતના જીવનમાં મારી સફળતાની પ્રેરણા મારી માતા હતી અને મારા વ્યવસાયિક સફળતાનું કારણ મારીપત્ની હતી.’ પરંતુ 2016માં કંપનીના IPOના થોડા દિવસો પહેલા જ તેમની પત્નીને કેન્સર હોવાનું નિદાન થયું હતું. વેલુમણીએ કહ્યું, IPOના 50 દિવસ પહેલા મેં મારી પત્નીને ગુમાવી દીધી હતી. 12 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું અને મે મહિનામાં આઈપીઓ આવ્યો. તેમના મૃત્યુના 50 દિવસ પહેલા અમને ખબર પડી કે તેમને ગ્રેડ ચારનું સ્વાદુપિંડનું કેન્સર છે. તમારી સફળતામાં તમારો જીવનસાથી મહત્વનો ભાગ ભજવે છે. જો તમારી પત્ની તમારા પર વિશ્વાસ કરે છે, તો તમારો આત્મવિશ્વાસ 10 ગણો વધી જાય છે.whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુકેશ ચંદ્રશેખરે ગૃહમંત્રીને લખ્યો પત્ર, ‘કેજરીવાલ સહિત AAP નેતા સાથે વાતચીત થતી હતી, સરકારી સાક્ષી બનીશ’

આ પણ વાંચો:રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે 9 લોકોના મોત

આ પણ વાંચો:‘પ્રસાર’ ભારતી નહીં, ‘પ્રચાર’ ભારતી થઈ ગયું છે, વિપક્ષ ભડક્યું DDના નવા ફેરફારથી