Gaza-Israel war/ રાફામાં નરસંહાર માટે ઈઝરાયલે ઉતારી ટેન્કો

ભડકેલા મસ્લિમ મિત્રે નેતન્યાહૂને આપી ચેતવણી

Top Stories World
Beginners guide to 2024 05 07T165608.958 રાફામાં નરસંહાર માટે ઈઝરાયલે ઉતારી ટેન્કો

World News : ઈઝરાયલ અને હમાસ વચ્ચેની સીઝફાયરની વાતો અસફળ થતી દેખાય છે. સ્કાય ન્યુઝનો એક અહેવાલ છે કે ઈઝરાયલના સુરક્ષા દળોએ રાફા સીમા પારના ગાઝાના હિસ્સા પર નિયંત્રણ કરી લીધું છે. આઈડીએફએ ક્ષેત્રમાં આખી રાત ઓપરેશન ચલાવ્યું હતું. એવા પણ રિપોર્ટ મળ્યા છે કે ઈઝરાયલના સૈનિકો ગાઝામાં અંદાજે 3.5 કિમી ઘુસી ગયા છે. ઈઝરાયલના રાફામાં ઓપરેશન પહેલા તેના મુસ્લિમ દેશ જોર્ડને ચેતવણી આપી છે. જોર્ડને કહ્યું છે કે રાફામાં એક તરફ ઈઝરાયલના નરસંહારને રોકડામાં આતરરાષ્ટ્રીય સમુદાય નિષ્ફળ રહ્યો છે. હવે સમય છે કે પેલેસ્ટાઈનીઓ પર એક વધુ નરસંહાર રોકવા માટે તમામ લોકોએ એક સાથે એકશન લવા જોઈએ.

ઈઝરાયલની સેનાએ સોમવારે તાત્કાલિક તેમને દક્ષિણ ગાઝાના અલ-મવાસી શહેરમાં જતા રહેવા આહ્વાન કર્યું હતું. ઈઝરાયલનું કહેવું છે કે  તે જલ્દીથી રાફામાં પોતાનું ઓપરેશન શરૂ કરશે. તેના માટે તેણે સીમા પર મોટી સંખ્યામાં ટેન્કો ગોઠવી દીધી છે.

ઈઝરાયલના આર્મી રેડિયો અનુસાર રાફા શહેરમાં અંદાજે 1 લાખ પેલેસ્ટીયન નાગરિકો રહેતા હોવાનું અનુમાન છે. એક વધુ મોટા હૂમલાની શંકા વ્યક્ત કરતા જોર્ડનના વિદેશ મંત્રી અયમાન સફાદીએ કહ્યું હતું કે પેલેસ્ટીયનોનો એક વધુ નરસંહાર થવાનો છે. ઈઝરાયલ તેમને રાફા છોડવાની ચેતવણી આપી રહ્યું છે કારણકે તેમની પર હૂમલાનો ખતરો છે. તેને રોકવા માટે હવે તમામે કાર્યવાહી કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે રાફામાં 1.5 મિલીયનથી વધુ પેલેસ્ટીયનો રહે છે જેમાંથી મોટાભાગના ગાઝામાંથી જીવ બચાવીને આવેલા પેલેસ્ટીયનો છે, જેમણે ઈઝરાયલનો નરસંહાર જોયો છે. ઈઝરાયલ ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના હૂમલા બાદ ગાઝા શહેર પર ચૂટૂ પડ્યું હતું. જેમાં ગાઝા શહેરમાં 34 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. બીજીતરફના હમાસ સાથે હૂમલામાં ઈઝરાયલ પોતાના 1,200 લોકોને ખોઈ ચુક્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના અનુસાર ઈઝરાયલી યુધ્ધના સાત મહિના બાદ ગાઝાનો મોટો હિસ્સો ખંડેર બની ગયો છે. ત્યાં લોકો ભોજન, શુધ્ધ પાણી અને દવા જેવી ચીજો માટે સંઘર્ષ કરતા દેખાય છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઈઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવાયો છે. જાન્યુઆરીમાં એક અંતરિમ ફેંસલામાં  કહેવામાં આવ્યું હતું કે ઈઝરાયલ ગાઝામાં જે નરસંહાર કરે છે તે ભયાનક છે અને તેલ અવીવને આવા કૃત્યોને રોકવામાં તમામ લોકો નિષ્ફળ રહ્યા છે. કોર્ટે નેતન્યાહૂની ધરપકડ માટે વોરન્ટ ઈશ્યુ કરવાની પણ ધમકી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતે હુથી હુમલા અને રશિયાનો કાઢ્યો રસ્તો, આ દેશ બનશે તારણહાર!

આ પણ વાંચો:ઈલેક્ટ્રિક કારને હેક કરીને ચીન લાવી શકે છે અકસ્માતોનું તોફાન! અમેરિકન સાયબર નિષ્ણાતની ચેતવણી

આ પણ વાંચો:પુંછ જિલ્લામાં વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો થવા મામલે પાકિસ્તાની યુટયૂબર કમર ચીમાએ કહી વાત

આ પણ વાંચો:મેક્સિકો ફરવા ગયેલા ત્રણ વિદેશી નાગરિકોની થઈ રહસ્યમય હત્યા, કૂવામાંથી મળ્યા મૃતદેહ