ગુજરાત/ દેશનાં ઇતિહાસમાં સૌથી મોટાડ્રગ્સ મુદ્દે પર્દાફાશ,હર્ષ સંઘવીએ ગુજ.પોલીસને આપ્યા અભિનંદન

ડ્ર્ગ્સના રેકેટ સામે કડક પગલા લેવાના હર્ષ સંઘવી દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. તો સ્થાનિક પોલીસને પણ ડ્ર્ગ્સના ધંધાનો પર્દાફાશ કરવા ખાસ આદેશ આપવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Untitled 139 દેશનાં ઇતિહાસમાં સૌથી મોટાડ્રગ્સ મુદ્દે પર્દાફાશ,હર્ષ સંઘવીએ ગુજ.પોલીસને આપ્યા અભિનંદન

દ્વારકામાં ઝડપાયેલા કરોડોના ડ્રગના જથ્થા બાદ આ મામલો કેબિનેટ બેઠકમાં પણ ગુંજયો  જોવા મળ્યો હતો . ડ્ર્ગ્સના રેકેટ પર ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લાલ આંખ કરી છે. ગુજરાતમાં ડ્ર્ગ્સની બદી અટકાવવા ગૃહ પ્રધાન એકશન મોડ પર આવી હોય તેવું જોવા મળી રહ્યું  છે.રાજયમાં  ડ્રગ્સના પેડલરો પર ગૃહ વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં  આવી રહી છે .હર્ષ સંઘવીએ ગુજ.પોલીસને આપ્યા અભિનંદન. તેમજ 3 દિવસમાં ગુજ.પોલીસે મહત્વની કામગીરી કરી.અમદાવાદ-સુરત પોલીસે ડ્રગ્સ પેડલર પકડ્યા તેમજ આ કામગીરી બે મહિનામાં ગંભીરતાથી કામગીરી કરાઇ.

આ પણ વાંચો ;Cricket / IPL માં કરેલા સારા પ્રદર્શનનો મળ્યો આ ખેલાડીને લાભ, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરશે ડેબ્યૂ

ડ્ર્ગ્સના રેકેટ સામે કડક પગલા લેવાના હર્ષ સંઘવી દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. તો સ્થાનિક પોલીસને પણ ડ્ર્ગ્સના ધંધાનો પર્દાફાશ કરવા ખાસ આદેશ આપવામાં આવ્યા છે. ડ્ર્ગ્સના ધંધા સાથે સંકળાયેલા ડ્ર્ગ્સ માફિયા પર રાજ્યવ્યાપી દરોડા પાડવાની કાર્યવાહીના પણ આદેશ કરાયા છે. રાજયમાં છેલ્લા કેટલાક દિવસોમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે રાજયમાં .55 દિવસમાં 5756 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો.

આ પણ વાંચો ;કરતારપુર કોરિડોર ખોલવાની માંગ / નવજોત સિદ્વુએ કરતારપુર કોરિડોર ખોલવાની કરી માંગ,વિપક્ષનું પણ સમર્થન

નોંધનીય છેકે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે અને, ગુજરાતના યુવાનો નશાખોરીના રસ્તે ધકેલાઇ રહ્યાં છે. ગુજરાતમાં દારુ, ડ્રગ્સ, ગાંજો અને ચરસનો જથ્થો અવારનવાર પકડાતો રહે છે. છેલ્લા ૩૬ કલાકમાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા દેવભૂમિ દ્વારકામાં  કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તો છોટાઉદેપુરમાં ગઇકાલે રૂ.૭૦.૮૬ લાખના ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. તો અમદાવાદ ગ્રામ્ય SOGએ ગઇકાલે રૂ.૧.૭૦ લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો ;T20 World Cup / શું Captaincy છોડ્યા બાદ સન્યાસ લઇ રહ્યો છે વિરાટ કોહલી?