દારૂની મહેફીલમાં પડ્યો ભંગ/ ભાવનગર સોનોગ્રાફી ક્લિનિકમાં ઈંગ્લીશ દારૂની પાર્ટી કરતા 11 શખ્સો ઝડપાયા

ભાવનગરમાં સોનોગ્રાફી ક્લિનિકમાં ઈંગ્લીશ દારૂની પાર્ટી કરતા 11 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. રાત્રીના સમયે શહેરના નિલમબાગ પોલીસને કોલ મળ્યો હતો.

Gujarat Others

ભાવનગરમાં સોનોગ્રાફી ક્લિનિકમાં ઈંગ્લીશ દારૂની પાર્ટી કરતા 11 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. રાત્રીના સમયે શહેરના નિલમબાગ પોલીસને કોલ મળ્યો હતો કે, જેલ રોડ પર આવેલ આદર્શ કોમ્પલેક્ષમા આયુષ સોનોગ્રાફી એન્ડ એક્ષ-રે ક્લિનિકમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા છે અને કેફી પીણું પી પાર્ટી કરી રહ્યા છે, જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરી ઈંગ્લીશ દારૂની મહેફિલ માણી રહેલ 11 શખ્સોની ધરપકડ  કરી નિલમબાગ પોલીસ મથકે લાવી દારૂનો નશો ઉતાર્યો હતો.

ઝડપાયેલા લોકોની ઓળખ સાજન નરેન્દ્ર મકવાણા રે.પ્રભુદાસતળાવ, સુરેશ વસન સોલંકી રે.ક.પરા., પ્રતીક દર્શન મકવાણા રે.કામ્બડ ફળી પાનવાડી, હિરેન પ્રકાશ જાંબુચા રે.પાનવાડી, હર્ષદ નરેન્દ્ર ચૌહાણ રે.પાનવાડી, રૂદ્ર રાજુ ચૌહાણ રે.વડવા ચોરા, દેવાંશ શાંતિલાલ મકવાણા રે.વડવા, રવિ ચેતન જાંબુચા રે.વડવા, અમિત મહેશ ચૌહાણ રે.વડવા, કમલેશ દિનેશ મકવાણા રે.ક.પરા. અને પવન રમેશ ડાભી રે.ક.પરા વાળાઓને સ્થળ પરથી એક દારૂની બોટલ કિંમત રૂ.266 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અગાઉ, બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના જવાનો દારૂ-જુગારની ડ્રાઈવમાં હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે આડોડીવાસમાં કેટલાક શખ્સો પૈસા-પાનાં વડે હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી દસ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં લખન કાંતિ સોલંકી રે. આનંદનગર, નરેશ ગોપાલ સોલંકી રે.તિલકનગર, ગણેશ પોપટ મકવાણા રે.તિલકનગર, રમણીક નાગજી સોલંકી રે.તિલકનગર, ભૂપત દુર્લભજી સોલંકી રે.આનંદનગર, દુલા ભીખા મકવાણા રે. ઘોઘા ગામ, સુરજ ભૂપત ચુડાસમા રે.આનંદનગર, જનક કાળુ પરમાર રે.તિલકનગર, કિરણ ધીરૂ સોલંકી રે.તિલકનગર અને રવિ અશોક ચુડાસમા રે.રૂવાપરી રોડ વાળાને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 41,150 સાથે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:વડોદરામાં કચરો ઉઠાવતી ગાડીએ બાળકીને કચડી નાખતા મોત,લોકોમાં ભારે રોષ

આ પણ વાંચો:સાબરકાંઠા LCBને મળી સફળતા, ચીખલીગર ગેંગના 4 આરોપીને ઝડપ્યા

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા, આયુર્વેદિક પીણાની ફેકટરી ઝડપી પાડી

આ પણ વાંચો:રસ્તામાં મળેલી મહિલા ભગવાનની વાતો કરે તો ચેતી જજો…આવા કામ કરે છે આ મહિલાઓ..