દુખદ ઘટના/ વડોદરામાં કચરો ઉઠાવતી ગાડીએ બાળકીને કચડી નાખતા મોત,લોકોમાં ભારે રોષ

કારેલીબાગ જલારામ નગર 2ની ઘટનાથી નાના બાળકોના માત-પિતામાં ચકચાર મચી છે. બે દિવસ અગાઉ ડોર ટુ ડોરની ગાડી નીચે બાળકી કચડાઈ હતી.

Top Stories Gujarat Vadodara
  • વડોદરામાં ડોર ટુ ડોરની ગાડીએ લીધો બાળકીનો ભોગ
  • કારેલીબાગના જલારામ નગરમાં બની હતી ઘટના
  • બે દિવસ અગાઉ બાળકી ગાડી નીચે આવી ગઈ હતી
  • ગાડી ચાલકે રીવર્સમાં લેતા ટાયર નીચે બાળકી કચડાઈ
  • અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી બાળકીની સારવાર
  • સારવાર દરમિયાન 4 વર્ષીય માસુમ નેન્સીનું થયું મોત

વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીના ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં બે દિવસ અગાઉ બાળકી ગાડી નીચે આવી ગઈ હતી. તેમાં સારવાર દરમિયાન બાળકી નેન્સીનું મોત થયુ છે.  લોકો આરોપીની ધરપકડની માગ કરી રહ્યા છે. આ અક્સાત બે દિવસ પહેલા શહેરના જલારામનગર પાસે બની હતી. આ માસૂમનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

કારેલીબાગ જલારામ નગર 2ની ઘટનાથી નાના બાળકોના માત-પિતામાં ચકચાર મચી છે. બે દિવસ અગાઉ ડોર ટુ ડોરની ગાડી નીચે બાળકી કચડાઈ હતી. જેમાં 4 વર્ષીય નેન્સી કુશવાહા ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઇજાગ્રસ્ત નેન્સીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જેમનાં આજે સારવાર દરમ્યાન નેન્સીનું મોત થયુ છે. જે બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોતાની વ્હાલસોયીને અકસ્માતમાં ગુમાવવાથી પરિવારજનો રોષે ભરાયા છે.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ