@દિવ્યેશ પરમાર
સુરતમાં ચોરીની ઘટના સતત બનતી રહે છે.તેવામા સુરતમાં મહિલા ચોર ગેંગ સક્રિય થઈ છે.સુરતના વરાછા વિસ્તારમાં છીતું નગર સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ પોતાનું કામ કાજ અર્થે ઘરની બહાર નીકળ્યા હતા.તે દરમિયાન ત્રણ જેટલી મહિલાઓ તેમની પાસે આવી હતી અને ભોળવી રીક્ષા મા બેસાડી વૃદ્ધાને ઘરથી દૂર લઈ ગયા હતા.ત્યારબાદ વૃદ્ધાના હાથમાં પહેરેલી સોનાની બંગડી અને સોનાની બુટ્ટી કઢાવી થેલીમાં મુકાવી દીધી હતી.ત્યારબાદ વૃદ્ધાને કેફી દ્રવ્ય સૂંઘાડતા બેભાન થઈ ગયા હતા.
જ્યારે ભાનમાં આવ્યા ત્યારે મહિલાઓ અને રીક્ષા ત્યાંથી જતી રહી હતી.અને વૃદ્ધા એ પહેરેલા દાગીના ચોરી થઈ ગયા હતા.જેથી વૃદ્ધાએ પોતાના પુત્રને બોલાવી સમગ્ર વાત કરતા પુત્રએ પોલીસ મથકમાં જાણ કરી હતી.પોલીસે સીસીટીવી તપાસતા ત્રણ મહિલાઓ વૃદ્ધાને રીક્ષામા બેસાડતા કેદ થઈ હતી.જેથી પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ
આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!
આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ