Ahmedabad/ આ વિસ્તારમાં રિક્ષામાં બેસતા પહેલા વિચારજો… મોરબીથી અમદાવાદ આવેલા શિક્ષક લૂંટાયા…

વાંકાનેરમાં રહેતા અને મોરબીમાં 28 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા નરસિંહ રાઠોડ શનિવારે મોરબીથી અમદાવાદ આવ્યા અને રાત્રે પોણા આઠ વાગે એસ.ટી ગીતામંદીરથી કાલુપુર જવા માટે રિક્ષામાં બેઠા.

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી હવે સલામત રહી નથી. મોરબીથી અમદાવાદ આવેલા શિક્ષકને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી છરીની અણીયે લૂંટ ચલાવવામા આવી છે.વાંકાનેરમાં રહેતા અને મોરબીમાં 28 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા નરસિંહ રાઠોડ શનિવારે મોરબીથી અમદાવાદ આવ્યા અને રાત્રે પોણા આઠ વાગે એસ.ટી ગીતામંદીરથી કાલુપુર જવા માટે રિક્ષામાં બેઠા.આગળ જઈને રિક્ષા ચાલકે અન્ય બે પેસેન્જરોને રિક્ષામાં બેસાડ્યા અને તે બાદ રિક્ષાચાલકે યાતાયાત ભવન પાસે રિક્ષા રોકીને ભાડું માંગ્યુ હતુ. જોકે શિક્ષકે કાલુપુર જઈને ભાડુ આપવાનું કહેતા ઉશ્કેરાઈને કમરનાં ભાગે હાથ રાખી શિક્ષક પાસે જે પણ હોય તે આપી દો નહી તો છરી કાઢુ છુ તેમ કહ્યુ હતુ.

શિક્ષકે વિરોધ કરતા રિક્ષામાં પાછળ બેઠેલા બે મુસાફરોએ શિક્ષકને પકડી રાખ્યા હતા અને રિક્ષા ડ્રાઈવરે શિક્ષકનાં ખીસ્સામાંથી પાકીટ કાઢી તેમાંથી 2 હજાર રોકડ, એક્સીસ બેંકનું એટીએમ અને અન્ય ડોક્યુમેન્ટ કાઢી પાકીટ પાછુ આપી દિધુ હતુ..તે બાદ રિક્ષામાં આગળ બેઠેલા યુવકે શિક્ષકે હાથમાં પહેરેલી 20 હજારની કિંમતની સોનાની વીંટી કાઢી લીધી હતી..અને રિક્ષા ડ્રાઈવરે શિક્ષકને રિક્ષામાંથી ધક્કો મારી આ ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.

આ મામલે નરસિંહભાઈ રાઠોડે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 4 ઈસમો સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે પરંતુ સવાલ એ જ ઉભો થાય છે કે સાંજનાં સમયે આ પ્રકારે બહારગામનાં આધેડને રિક્ષામાં બેસાડી લૂંટી લેવાતો હોય તો અમદાવાદ શહેર પ્રવાસીઓ માટે કેટલો સલામત છે.. પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ત્યારે જોવાનું રહ્યુ કે ક્યારે આરોપીઓ પોલીસને હાથે લાગે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો