Vadodara News/ વડોદરા ગ્રામ્ય LCBએ સરકારી નીમ કોટેડ યુરિયાના ગેરકાયદે વેચાણનો ભાંડો ફોડતાં 138 થેલી જપ્ત

વડોદરા યુરિયા(urea) ખાતરની કાળાબજારીનો પર્દાફાસ

Gujarat Vadodara Breaking News
urea

Vadodara News: યુરિયા(urea) ખાતરની કાળાબજારીનો વડોદરા ગ્રામ્ય LCBએ પર્દાફાશ કર્યો છે. સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરનું ગેરકાયદે વેચાણ ઊંચા ભાવે કરવાના મામલે ચાર આરોપીનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.

યુરિયા(urea) ખાતરની કાળાબજારીનો પર્દાફાસ  

વડોદરા ગ્રામ્ય LCB (Vadodara Rural LCB)ને આ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. 45 કિલોની ખાતરની કુલ 138 થેલીઓ જપ્ત કરવામાં આવી છે. સરકારી નીમ કોટેડ યુરિયા (neem coated urea)ના ગેરકાયદે વેચાણ (illegal sale)ના મામલે પીળા રંગની 84 થેલીઓ પણ પોલીસે કબજે કરી છે. આ કાર્યવાહીમાં આઇસર ગાડી સહિત કુલ રૂ. 5,78,580નો મુદ્દામાલ જપ્ત (seized goods) કરવામાં આવ્યો છે.

એક આરોપીની ધરપકડ

સાહિલ ફારૂક વોરા નામના એક આરોપીની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત જગદીશ, ભાવેશ અને રાકેશનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં છે. આ આરોપીઓ આણંદ, ધર્મજ અને પેટલાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.  જેને લઈ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: ખાતરમાં ભેળસેળનો આક્ષેપ! સુરેન્દ્રનગરના ખેડૂતે વીડિયો બનાવી ખોલી પોલ
આ પણ વાંચો: જંબુસરમાં ખાતર માટે રાતથી ખેડૂતોની કતાર, 2000 ગુણ સામે 900 ખેડૂતો; પોલીસ બંદોબસ્ત
આ પણ વાંચો: મોરબીમાં CID ક્રાઈમનો દરોડો: બંધ સિરામિક ફેક્ટરીમાંથી 804 બેગ યુરિયા ખાતર ઝડપાયું, તપાસ શરૂ